અમેરિકામાં 2020 બાદ નાણાંકીય ગોપનીયતામાં વધારો થયો
ખાસ-ખબર સંવાદદાતા
કાળા ધનને છુપાવવા માટે સ્વિત્ઝર્લેન્ડ દુનિયાભરમાં લોકો માટે સુરક્ષિત માનવામાં આવતું રહ્યું છે. પરંતુ હવે સ્વિત્ઝર્લેન્ડ નહીં, અમેરિકા વધુ મદદગાર બની ગયું છે. અમેરિકામાં 2020 બાદથી દુનિયાને નાણાકીય ગોપનીયતામાં લગભગ એક તૃતીયાંશનો વધારો થયો છે. આ જાણકારી એડવાઇઝરી ગ્રુપ ટેક્સ જસ્ટિસ નેટવર્ક (ટીજેએન)ના તાજા રિસર્ચમાં સામે આવ્યું છે. તે મુજબ સંપત્તિના સ્વામિત્વને છુપાવવામાં નાણાકીય અને કાયદાકીય મદદ અમેરિકાથી વધુ ક્યાંય નથી મળતી. ટીજેએન વર્ષ 2009થી સંપત્તિના સ્વામિત્વને છુપાવવામાં ફાઇનાન્સિયલ સિસ્ટમ અને કાયદો કેટલો મદદરૂપ છે, તે આધારે વિભિન્ન દેશોની રેન્કિંગ જાહેર કરી રહ્યું છે. તાજેતરના રેન્કિંગમાં તેણે અમેરિકાને શિખર પણ મૂક્યું છે. આ તેની અત્યાર સુધીની સૌથી ખરાબ રેન્કિંગ છે. માત્ર અમેરિકા જ નહીં, રિસર્ચ મુજબ વિશ્વની 7 મોટી અર્થવ્યવસ્થા (જી-7)માં 5 અમેરિકા, યૂકે, જાપાન, જર્મની અને ઇટલી નાણાકીય ગોપનીયતા વર્તવાના કારણે વિશ્વના અડધાથી વધુ વિકાસને રોકેલા છે.