ઉદ્યોગપતિ જયેશ પટેલનો અમેરિકામાં ડંકો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
દેશ અને દુનિયામાં સુરેન્દ્રનગર જિલ્લો કપાસના ઉત્પાદન અને કોટન ઉદ્યોગ માટે ખૂબ જ ખ્યાતનામ છે. ત્યારે કોટન ઉદ્યોગને વેગ મળે અને કોટન ઉદ્યોગકારોને મૂંઝવતા પ્રશ્નોના વિચાર વિકાસ માટે તેમજ વિકાસ માટે જાણકારી મેળવવા અમેરિકા ખાતે તા. 25 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી કોટન સમીટ સેમીનાર શરૂ થયો છે જેમાં કોટન ઉદ્યોગના 24 દેશના પ્રતિનિધિ હાજર રહેવાના છે. આ તકે ઝાલાવાડના કોટન કિંગ અને ઉધોગપતિ જયેશભાઈ હીરાભાઈ પટેલને એક માત્ર ભારત દેશમાંથી અમેરિકા જવાનું આમંત્રણ મળ્યું છે. જોકે જયેશભાઈ પટેલ પાન કપાસના ધંધાને વધુ વેગ મળે તે માટે આ સેમિનારમાં ભાગ લેવા અમેરિકા જવા રવાના થઈ ગયા છે. ત્યારે કોટન ધંધા સાથે જોડાયેલા જયેશભાઈ પટેલને અમેરિકા દ્વારા ભારતભરમાંથી સિલેક્ટ કરતા ધ્રાંગધ્રા માટે પણ ગૌરવની વાત કહી શકાય છે.