અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન ગુરુવારે હવાઈમાં લાગેલી આગને મોટી આફત જાહેર કરી હતી. બિડેન વહીવટીતંત્રે 8 ઓગસ્ટથી ભડકેલી ભીષણ આગથી પ્રભાવિત વિસ્તારોમાં રાજ્ય અને સ્થાનિક પુનઃપ્રાપ્તિના પ્રયત્નોને પૂરક બનાવવા માટે સંઘીય સહાયનો આદેશ આપ્યો હતો. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે માઉઈ કાઉન્ટીમાં લાગેલી જંગલમાં આગ ટાપુના અનેક ભાગોમાં ફેલાઈ ગઈ છે.
અમેરિકાના પ્રશાંત મહાસાગરની મધ્યમાં આવેલા હવાઈ ટાપુઓના જંગલો ધુમાડામાં સળગી રહ્યાં છે. જેના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. દરમિયાન રાષ્ટ્રપતિ જો બિડેને ગુરુવારે હવાઈમાં લાગેલી આગને મોટી આપદા જાહેર કરી છે.
- Advertisement -
સંધીય સહાયની જાહેરાત
બિડેન વહીવટીતંત્રે 8 ઓગસ્ટથી ભડકેલી જંગી આગથી પ્રભાવિત વિસ્તારોમાં રાજ્ય અને સ્થાનિક પુનઃપ્રાપ્તિના પ્રયત્નોને પૂરક બનાવવા માટે સંઘીય સહાયનો આદેશ આપ્યો હતો.
વ્હાઇટ હાઉસે શું કહ્યું?
- Advertisement -
આજે વ્હાઈટ હાઉસના નિવેદનમાં રાષ્ટ્રપતિ બિડેને જાહેર કર્યું કે હવાઈમાં લાગેલી ભીષણ આગ એક મોટી આપદા છે. 8 ઓગસ્ટ, 2023ના રોજ લાગેલી જંગલની આગથી પ્રભાવિત વિસ્તારોમાં રાજ્ય અને સ્થાનિક સ્તરે પુનઃપ્રાપ્તિના પ્રયાસોને પૂરક બનાવવા માટે સંઘીય સહાયનો આદેશ આપવામાં આવ્યો છે.