રાતા સમુદ્રમાં ઈરાનને પાઠ ભણાવવા
ખાસ-ખબર સંવાદદાતા
દુનિયામાં રશિયા અને યુક્રેન વચ્ચેનુ યુધ્ધ તો ચાલી જ રહ્યુ છે ત્યારે હવે રેડ સી એટલે કે રાતા સમુદ્રમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના ટકરાવે દુનિયાનુ ટેન્શન વધાર્યુ છે. ઈરાન દ્વારા સુએઝ કેનાલથી રેડ સીમાં આવતા વેપારી જહાજો જપ્ત કરવાની વધી રહેલી ઘટનાઓ બાદ અમેરિકા રોષે ભરાયુ છે. ઈરાનને પાઠ ભણાવવા માટે અમેરિકાએ 3000 નૌસિકો સાથેના બે જંગી યુધ્ધ જહાજો રેડ સીમાં મોકલી આપ્યા છે.
- Advertisement -
ઈરાને અમેરિકાનુ એક ટેન્કર કબ્જે કરીને ભારે સ્ફોટક માહોલ સર્જયો છે. અમેરિકા હવે તેનો જવાબ આપવાના મૂડમાં છે તો ઈરાન પણ દરેક સ્થિતિ સાથે અમે કામ પાર પાડવા તૈયાર છે તેવો દાવો કરી રહ્યુ છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકન નૌસેનાના પાંચમા કાફલાએ કહ્યુ છે કે, અમારા બે જહાજોએ સુએઝ કેનાલમાંથી પસાર થઈને હવે રેડ સીમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ ઈરાને પણ પોતાની નૌસેનાને એલર્ટ કરી દીધી છે અને કહ્યુ છે કે, અમેરિકાની કોઈ પણ કાર્યવાહીનો અમે પૂરી તાકાત સાથે જવાબ આપીશું.
અમેરિકાના યુએસએસ બાટન અને યુએસએસ કાર્ટર હોલ પર 3000 જેટલા સૈનિકો સવાર છે. અમેરિકાનુ કહેવુ છે કે, ઈરાને આ દરિયાઈ વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં 20 આંતરરાષ્ટ્રીય જહાજોને જપ્ત કર્યા છે અથવા તેના પર કાબૂ કરવાની કોશિશ કરી છે. અમે મોકલેલા જહાજોના કારણે રેડ સીમાં અમારી તાકાતમાં વધારો થશે અને આ કાફલો ઈરાનના અત્યાચારથી વેપારી જહાજોને બચાવવાનુ કામ કરશે. અમેરિકાએ મોકલેલા જહાજો પૈકી એક એમ્ફીબિયસ એટેક શિપ છે. જે દરિયામાંથી જમીન પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે કાર્ટર…એક ડોક લેન્ડિંગ શિપ છે. જેમાં ટેન્ક અને બીજા વાહનોને ટ્રાન્સપોર્ટ કરી શકાય છે.