ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં જે ગામોમાં ઇકો સેન્સેટિવ ઝોન લાગુ કરવા સરકાર દ્વારા જાહેર કરવાની સાથે ખેડૂત સામાજિક સંસ્થા અને રાજકીય પક્ષો વિરોધ નોંધાવી ઇકોઝોનમાં કાળા કાયદાને હટાવવાની માંગ સાથે અનેક ખેડૂત સંમેલન તેમજ રેલીઓ યોજી આવેદન પત્ર આપવામાં આવ્યા છે.મેંદરડા તાલુકાના અંબાળા ઞીર ગામના ખેડૂતો હિતરક્ષક સમિતિ દ્વારા આ ભ્રષ્ટ રાક્ષસી કાળો કાયદો ઈકો સેન્સિટિવ ઝોન ઠોકી બેસાડવામાં આવ્યો તેના વિરોધમાં પુતળા દહન કરવામાં આવ્યું હતું સાથે આ ભ્રષ્ટ રાક્ષસી ઈકો સેન્સિટિવ ઝોન નહિ હટે તો હું અને ખેડૂત હિત રક્ષક ટીમ સાથે મેંદરડા તાલુકાના 21 ઞામનો પ્રવાસ કરવામાં આવ્યો હતો અને સાથે બધાજ ગ્રામજનોના સરપંચ સભ્ય સાથે મુલાકાત કરવામાં આવે છે તે બદલ બધા લોકોએ ઇકોઝોન હટાવવા સાથ સહકાર આપ્યો હતો અને તમામ સરપંચોએ રાજીનામું આપવાની પહેલ કરવા આહવાન કર્યું છે.તેમાં ખેડૂત હિત રક્ષક સમિતિના દિનેશ પટેલ દ્વારા જણાવાયું.
મેંદરડાના અંબાળા ગામે ઇકોઝોનના વિરોધમાં પૂતળા દહન સાથે 21 ગામના સરપંચોની રાજીનામાની ચિમકી
