દિલ્હી હાઈકોર્ટે બેવર્લી હિલ્સ પોલો ક્લબ ટ્રેડમાર્ક ઉલ્લંઘન કેસમાં એમેઝોન કંપનીને 3.9 કરોડ (લગભગ 340 કરોડ રૂપિયા)નું નુકસાન ચૂકવવાનો આદેશ આપ્યો છે.
એમેઝોને આ રકમ લાઇફસ્ટાઇલ ઇક્વિટીઝને ચૂકવવાની છે, જેણે તેની સામે કેસ દાખલ કર્યો હતો. જસ્ટિસ પ્રતિભા એમ. સિંહની અદાલતે જણાવ્યું હતું કે, એમેઝોને જાણી જોઈને અફવા ફેલાવવાની વ્યૂહરચના અપનાવી. અત્રે ઉલ્લેખનીય છે કે, બેવર્લી હિલ્સ પોલો ક્લબ ટ્રેડમાર્કની માલિકીની કંપની લાઇફસ્ટાઇલ ઇક્વિટીઝે 2020માં એમેઝોન ટેક્નોલોજીસ અને અન્યો સામે ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો દાવો શરૂ કર્યો.
- Advertisement -
એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એમેઝોન તેના પ્લેટફોર્મ પર વેચાતા વસ્ત્રો પર ઘોડાના પ્રતીક ધરાવતા ભ્રમ પેદા કરતા લોગોનો ઉપયોગ કરે છે અને ક્લાઉડટેલ ઈન્ડિયા પણ એમેઝોન પર આ ઉત્પાદનોનું વેચાણ કરે છે. એમેઝોને આ આરોપોને નકારી કાઢ્યા છે.