Amazon Prime Membership Offer: થોડાક સમય પહેલા જ Amazonએ એ વાતની જાણકારી આપી હતી કે કંપની પોતાના Amazon Prime Subscriptionને મોંઘુ કરવાની છે.
મેમ્બરશીપ કેટલી મોંઘી થઇ ગઇ એ વાતની તો જાણકારી આપી દેવામાં આવી હતી, પરંતુ એ ન હતુ બતાવ્યુ કે આ નવી કિંમત ગ્રાહકો પર ક્યારથી લાગુ પડશે. પરંતુ નવા રેટ 13 ડિસેમ્બરથી લાગુ કરી દેવામાં આવ્યા છે.
Amazon એપ અને વેબસાઇટ પર બેનર પરથી તારીખનો ખુલાસો થયો છે અને જાણવા મળ્યુ છે કે, 13 ડિસેમ્બર સુધી જ જુની કિંમતમાં ગ્રાહકો Amazon Prime Membershipને ખરીદી શકશે, એટલે કે 13 ડિસેમ્બર બાદ કોઇપણ ગ્રાહક મેમ્બરશીપ કે પછી સબસ્ક્રિપ્શન લેવા ઇચ્છે છે, તો તેને પોતાના ખિસ્સામાંથી વધારે રૂપિયા કાઢવા પડશે.
- Advertisement -
આ પણ વાંચો: નેટફ્લિક્સ મંથલી મોબાઈલ સબસ્ક્રિપ્શન જાણો હવે આટલા રૂ. માં
https://khaskhabarrajkot.com/2021/12/15/learn-netflix-monthly-mobile-subscription-in/
કેટલુ મોંઘુ થશે સબ્સક્રિપ્શન –
નવી પ્રાઈસ લીસ્ટ મુજબ વર્ષભરનું પ્રાઈમ મેંબરશિપ 500 રૂપિયા સુધી મોંઘું થઈ જશે. તેનો મતલબ છે કે વર્ષભરનું પ્રાઈમ મેંબરશિપપાળો પ્લાન જેની કિંમત 999 રૂપિયા છે તે 13 ડિસેમ્બરથી 1499 રૂપિયા થઈ જશે. ક્વાટર્લી મેંબરશિપ પ્લાન જેની કિંમક અત્યારે 329 રૂપિયા છે તેની કિંમત 459 રૂપિયા થઈ જશે. માસિક પ્લાનને પણ મોંઘુ કરવામાં આવ્યું છે. હાલ તેની કિંમત 129 રૂપિયા છે. જો કે નવા સબ્સક્રિપ્શન મોંઘુ થયા બાદ તેની કિંમત 179 રૂપિયા થઈ જશે.
જોકે, આમાં અગાઉથી Prime મેંબરશિપ લઈ ચુકેલા યુઝર્સ આનાથી પ્રભાવિત નહીં થાય. જો કે પ્રાઈમ મેંબરશિપ પૂર્ણ થયા બાદ તેને નવી કિંમત પર સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. Amazon Primeએ આ વખતે પોતાની વેબસાઈટ પર જાહેર પણ કર્યું છે.