જૂનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી અવિરત મેઘમહેર જોવા મળી રહી છે તમામ તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.ત્યારે માણાવદર શહેરમાં બનાવામાં આવેલ રિવરફ્રન્ટનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.
માણાવદર શહેરમાંથી પસાર થતી નદી છલોછલ ભરેલ જોવા મળે છે.આ નદી બાંટવા સુધી જાય છે એવા સમયે રિવરફ્રન્ટના આકાશી નજારાના દર્શ્યો અદભુત લાગે છે.જોકે હજુ સુધી કરોડોના ખર્ચે તૈયાર કરેલ આ રિવરફ્રન્ટ તંત્ર દ્વારા ખુલ્લો મુકાયો નથી.