પાવાગઢના ડુંગરેથી ચંદ્ર-શુક્ર-ગુરૂ ત્રણેય ગ્રહો એક જ સીધી લાઇનમાં દેખાયા હતા. આ ઘટનાને લોકોએ નિહાળી હતી.
પંચમહાલના પાવાગઢમાં આકાશમાં અદ્ભૂત ખગોળીય ઘટના જોવા મળી હતી. પાવાગઢના ડુંગરેથી ચંદ્ર-શુક્ર-ગુરૂ ત્રણેય ગ્રહો એક જ સીધી લાઇનમાં દેખાયા હતા. ત્રણે ગ્રહો નજીકથી એક જ સીધી લાઇનમાં જોવા મળ્યા હતા. ગુજરાત સહિત સમગ્ર દેશવાસીઓ આ અદ્દભુત ખગોળીય ઘટના સાક્ષી બન્યા હતા.આ અદ્દભુત આકાશી ઘટનાનો વિડિયો સામે આવ્યો છે.
- Advertisement -
ખગોળપ્રેમીઓએ નઝારો નિહાળ્યો
આજે આભામંડળમા ચંદ્ર, ગુરુ અને શુક્ર ગ્રહ એક હરોડમાં દેખાતા અલોકિક નજારો જોવા મળ્યો હતો. સાંજે સૂર્યાસ્ત બાદ સર્જાયેલી ચંદ્ર ગુરુ અને શુક્રની યુતિનો ખગોળપ્રેમીઓએ નઝારો નિહાળ્યો હતો. નરી આંખે દેખાયેલી આ ઘટના અંગે સ્ટર્ગેઝિંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોર સાગરે માહિતી આપી હતી. જેમા તેમણે જણાવ્યું હતું કે મીન રાશિમાં ચંદ્ર ૨૫ અંશ, ગુરુ ૧૫ અંશ અને શુક્ર ૬ અંશની સ્થિતિ હોવાથી ત્રણેય વચ્ચે સમાન અંતર અને ઊભી લીટીમાં હરોળના અનોખા દ્રશ્યો સર્જાયા હતા.
1 અને 2 માર્ચના દિવસે જોવા મળશે
અત્રે ઉલ્લેખનીય છે કે આવી જ બીજી ખગોળીય ઘટના આગામી તા. 1 અને 2 માર્ચના દિવસે જોવા મળશે. જેમ ધીમે ધીમે શુક્ર અને ગુરુનું અંતર ઘટતું જશે અને પરિણામે બન્ને ગ્રહો એકબીજાની સાવ નજીક આવી જશે. તેમણે વધુમા માહિતી આપતા જણાવ્યું છે કે શુક્રએ આપણી સૂર્યમાળાનો સૌથી વધુ પ્રકાશિત અને ગુરુએ સૌથી મોટો ગ્રહ છે. ત્યારે સમયાંતરે બનતી આ ઘટનાને લીધે લોકોના જ્ઞાનમાં વધારો કરવાનું માધ્યમ બની શકે છે.
- Advertisement -