ખાસ-ખબર સંવાદદાતા
પ્રથમ 48 કિલોમીટર લાંબો પરંપરાગત માર્ગ જે દક્ષિણ કાશ્મીરના પહેલગામથી શરૂથાય છે. બીજો 14 કિલોમીટર લાંબો માર્ગ મધ્ય કાશ્મીરના બાલતાલથી શરૂથાય છે.
કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ જમ્મુ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના યાત્રીઓની પ્રથમ બેચને લીલી ઝંડી બતાવી. વાર્ષિક અમરનાથ યાત્રાઆવતીકાલે એટલે કે 30 જૂનથી ઔપચારિક રીતે શરૂથઈ રહી છે. કોરોના રોગચાળાને કારણે બે વર્ષથી બંધ પડેલી આ યાત્રામાં આ વખતે વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની આશા છે. યાત્રાને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને અનુમાન લગાવ્યું છે કે આ વખતે આઠ લાખથી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા માટે આવી શકે છે.
- Advertisement -
અગાઉ, યાત્રાની સુરક્ષાની સમીક્ષા કરતી વખતે, એલજી સિંહાએ કહ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશના લોકો મુલાકાતી તીર્થયાત્રીઓને આવકારવા માટે ઉત્સાહિત છે. સિંહાએ ભગવતીનગરમાં યાત્રી નિવાસ બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી અને યાત્રાની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સિન્હાએ કહ્યું, સુરક્ષા દળો એલર્ટ પર છે. યાત્રાના સુચારુ આયોજન માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. અમરનાથ યાત્રા 30 જૂનથી બે રૂટમાં શરૂ થશે.