એક બસ અમરનાથ યાત્રા બાદ હિંગોલી જઈ રહી હતી જ્યારે બીજી ખાનગી બસ નાસિક તરફ જઈ રહી હતી, બસે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો અને…..
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં શનિવારની મધરાત્રે બે ખાનગી બસો અથડાઈ હતી. આ અકસ્માતમાં બે મહિલા સહિત 6 લોકોના મોત થયા હતા. આ દરમિયાન અન્ય 21 લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માત જિલ્લાના મલકાપુર શહેરમાં ફ્લાયઓવર પર મધરાત્રે 2.30 વાગ્યે થયો હતો.
- Advertisement -
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મલકાપુર શહેર પાસે નેશનલ હાઈવે-6 પર આ અકસ્માત થયો હતો. મલ્કાપુર પોલીસ સ્ટેશનના એસએચઓ અશોક ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, એક બસ અમરનાથ યાત્રીઓને લઈને હિંગોલી જઈ રહી હતી, જ્યારે બીજી નાગપુરથી નાસિક જઈ રહી હતી. બંને બસો મધરાત્રે 2.30 વાગ્યે અકસ્માતની ભોગ બની હતી.
Maharashtra | Six passengers dead, 21 injured in collision between two buses in Buldana early morning today pic.twitter.com/oDj2I6Mc19
— ANI (@ANI) July 29, 2023
- Advertisement -
કેવી રીતે થયો અકસ્માત?
અધિકારીના જણાવ્યા અનુસાર અકસ્માતનો ભોગ બનેલી બસમાંથી એક બસ અમરનાથ યાત્રા બાદ હિંગોલી જઈ રહી હતી જ્યારે બીજી ખાનગી બસ નાસિક તરફ જઈ રહી હતી. બસે એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સામેથી બીજી બસ આવીને અથડાઈ હતી.
સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, બે મહિલાઓ સહિત 6લોકોના મોત થયા છે અને 21 લોકો ઘાયલ થયા છે. જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. અકસ્માતને કારણે થોડા સમય માટે રોડ પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.