ક્લસ્ટરના ગામોમાં રૂ.239.32 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ: લાભાર્થીઓએ અનુભવો શેર કરી વ્યક્ત કરી સરકાર પ્રત્યેની કૃતજ્ઞતા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યની અવિરત વિકાસયાત્રાના 24 વર્ષ પૂર્ણ થતા અને 25મા મંગલ વર્ષના પ્રારંભે ઉજવાતા વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત પોરબંદર જિલ્લાના અમરદડ ગામે વિકાસ રથનું ભવ્ય આગમન થયું હતું. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની મુખ્ય ઉપસ્થિતિમાં આયોજન કરાયેલા વિકાસલક્ષી કાર્યક્રમમાં ગ્રામજનો અને અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમ્યાન સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અને ગામડાના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલા પ્રયાસોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ અવસરે અમરદડ, આદિતપરા, પીપળીયા, બિલેશ્વર, હનુમાનગઢ, આશીયાપાટ, અણીયારી, રામગઢ, બોરડી, ખંભાળા, ખીરસરા, ડૈયર સહિતના ક્લસ્ટરના ગામોમાં રૂ. 169.47 લાખના 08 વિકાસકાર્યોના ખાતમુહૂર્ત તથા રૂ. 69.85 લાખના 40 વિકાસકાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ મેળવી પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને વિકાસની આ યાત્રામાં જનહિત માટે સતત કાર્યરત સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વિકાસ રથના માધ્યમથી ગામજનોને રાજ્યની અવિરત વિકાસયાત્રા અને લોકકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતીસભર શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી, જેનાથી ગામજનોમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી પ્રસરી હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, રાણાવાવ તાલુકા પંચાયત પ્રમુખ મંજુબેન બાપોદરા, ઉપપ્રમુખ જશુબેન રાઠોડ, સરપંચ શોભનાબેન રાઠોડ, જિલ્લા પંચાયત સભ્યો ગોપાલભાઈ કોઠારી, હેમંતભાઈ ડોડીયા, આરએન્ડબી પંચાયતના ઇજનેર પિયુષભાઈ સિંગરખિયા, તાલુકા વિકાસ અધિકારી એચ.જે. પરમાર, મામલતદાર સુમરા, ઈઉઙઘ દક્ષાબેન ખૂંટી, તાલુકા ભાજપ પ્રમુખ વીરાભાઈ મકવાણા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રતિગામ વિકાસ, પ્રતિનાગરિક સમૃદ્ધિ: રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાનો સંદેશ
વિકાસ રથ માત્ર એક પ્રતીક નથી, તે ગુજરાતના પ્રગતિશીલ વિચારનું પ્રતિબિંબ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સંકલ્પથી ગ્રામ્ય વિસ્તાર સુધી સમાન વિકાસ પહોંચે તે માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે. દરેક ગામમાં સુવિધાઓ, રોજગાર અને ગુણવત્તાયુક્ત જીવન પહોંચાડવાનું અમારું ધ્યેય છે. લોકોના સહકારથી વિકાસની આ ગાથા વધુ શક્તિશાળી બનશે. – રામભાઈ મોકરિયા, રાજ્યસભા સાંસદ