તાજેતરમાં કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પડધરી ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત એલ્યુમની એસોસિએશનની જવાબદારી સંભાળતા ડો. રાજીબેન એસ. વાઘએ વિદ્યાર્થીઓને આવકારી કરી હતી. એમણે સંસ્થાના સંપર્કમાં રહેવા સૂચન કર્યું હતું. આ તકે કોલેજના પ્રિ. ડો. કે. જી. છાયાએ વિદ્યાર્થીઓનો પરિચય મેળવી એમને સારા ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમની આભારવિધિ ડો. દિપાલીબેન અગ્રાવતએ કરી હતી. જૂના વિદ્યાર્થીઓ પણ બધા અધ્યાપકોને મળી કોલેજ સાથેના જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડો. કે. જી. છાયાના માર્ગદર્શન હેઠળ એલ્યુમની કમિટીના સભ્ય ડો. બી. જે. ચૌહાણ અને ડો. કુસુમબેન ચોટલીયા તેમજ સમગ્ર કોલેજ પરિવારના સહકારથી કરવામાં આવેલું હતું.
કવિ શ્રી દાદ ગર્વમેન્ટ આર્ટસ-કોમર્સ કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનની બેઠક
You Might Also Like
Follow US
Find US on Social Medias