ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર અમેરિકા દેશ મેકિસકોનાં એકનાં ગર્ભમાં એકસાથે 13 બાળકો ઉછરી રહ્યા છે. ડોકટરનાં કહેવા મુજબ બધા બાળકો સ્વસ્થ છે. જો પ્રસૂતિ દરમિયાન બધુ ઠીક રહ્યું તો એક સાથે આટલાં બાળકોને જન્મ આપવાનો આ નવો વિશ્ર્વ રેકોર્ડ બનશે. બ્રિટિશ સમાચાર મિરરના રિપોર્ટ મુજબ મેકિસકોનાં ઈકસટાપલૂકાની આ મહિલાનું નામ મારિત્જા હર્નાડેજ મેડેજ છે. તેનો પતિ એન્ટોનિયો સોરિયાની અિ વિભાગમાં કામ કરે છે, ગર્ભવતી મારિત્જા ચેક-અપ કરાવવા પહોંચી તો ડોકટર ગમર્ભમાં 13 બાળકો વિશે જાણીને હેરાન રહી ગયા. આ દંપતીનાં પહેલાથી જ છ બાળકો છે. મારિત્જાએ 2017માં એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તેણે 2020માં જોડિયા અને 2021માં ટ્રિપલ બાળકોને જન્મ આપ્યે હતો. હવે ગર્ભમાં 13 બાળકોનાં કુલાસા પછી પતિ ચિંતિત છે કે મર્યાદિત પગારમાં તે 19 બાળકોનું પાલન કેવી રીતે કરશે.
કાઉન્સેલર ગેરાર્ડેા મ્યુરેરોએ આ દંપતીની મદદ કરવા માટે અભિયાન શરૂ કર્યુ કે તેમનું કહેવું છે કે, 14 વર્ષથી ફાયર ફાઈટરનાં કામ કરી રહેલ એન્ટોનિયોની આર્થિક સ્થિતિ એવી નથી કે તે 19 બાળકોનાં લાલન-પાલનનો ભાર ઉપાડી શકે તેમણે મેકિસકોનાં લોકોને આ દંપતી માટે યથાયોગ્ય દાન આપવાની અપીલ કરી છે. તેમણે મેયર ફિલિપ અરવિજુને પણ આ બાબતે સહકારની માગણી કરી છે. પાછલા વર્ષના મે મહિનામાં મોરક્કોમાં હલીમા સિસી નામની મહિલાએ એકસાથે નવ બાળકોને જન્મ આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.