કપડા ડિઝાઇન કરતી વખતે ધ્યાન રાખવુ પડે છે કારણ કે ભક્તોની ભાવનાઓ જોડાયેલી હોય છે: ફેમસ ડિઝાઈનર મનીષ ત્રિપાઠી
રામ મંદિરમાં બેઠેલા બાળ રામની દિવ્ય મૂર્તિ રોજ નિખરે છે. તેનો મેકઅપ પણ રામલલાની આભામાં વધારો કરે છે. તેને દરરોજ વિવિધ રંગો અને ડિઝાઇનના કપડાં પહેરવા અને આભૂષણો પહેરવા ઉપરાંત તેમના સોનાના મુગટને પણ બદલવામાં આવી રહ્યો છે.
- Advertisement -
રામલલાને વિવિધ પ્રકારની સોનાની જરી વાળી પાઘડીઓ પણ પહેરવામાં આવે છે.આમાં ત્રણ કલગીઓ તો ક્યારેક એક કલગી અને ક્યારેક સામાન્યથી થોડો અલગ મુગટનો સમાવેશ થાય છે.
રામલલાના વસ્ત્રોને ડિઝાઇન કરનાર ફેમસ ડિઝાઈનર મનીષ ત્રિપાઠી જણાવે છે કે, રામલલ્લા માટે ખાદી અને ખાદી સિલ્કના કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે. તેણે કહ્યું કે આ અમારું સૌભાગ્ય છે કે મને રામલલ્લાનાં કપડાં ડિઝાઇન કરવાની તક મળી છે. આ પણ એક મોટો પડકાર છે. તેમનું કહેવું છે કે અલગ-અલગ કપડાં ડિઝાઇન કરતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવુ પડે છે કે અહીં ભક્તોની ભાવનાઓ સંકળાયેલી હોય છે, તેથી તેમને પણ કપડાં ગમવા જોઈએ.