‘માસ્ક પહેરો અથવા દંડ ભરો’ ચોકે-ચોકે દંડ વસૂલતી પોલીસ ટોળકીઓ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં કોરોનાના ભણકારા શરૂ થઈ ગયા છે. હવે કોરોના ગાઈડલાઈનના નિયમો ફરી વધુ કડક બનવા લાગ્યા છે. માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે. હવે શહેરના ચોકે-ચોકે પોલીસ દ્વારા જનતાને ફરી દંડ કરવામાં આવી રહ્યા છે. પોતાના ટાર્ગેટ પૂરા કરવા ચોક વચ્ચે માસ્ક વગર નીકળ્યા નથી કે રોક્યા નથી અને દંડ વસુલવામાં આવે છે.
આજથી થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે સભાઓ, રેલીઓમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા ત્યારે અનેક માસ્ક વગરના ખુદ નેતાઓ જ રેલીમાં જોડાયા હતા. પરંતુ રાજકીય નેતાઓ સામે કોઈ કાર્યવાહી નહીં અને આમજનતાને દંડ વસુલવાનું શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાની સાથે હવે પોલીસનો કહેર પણ વકરી રહ્યો છે. હવે માસ્ક ફરજીયાત બનાવાતા ઠેર-ઠેર માસ્ક વગર ફરતા લોકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
- Advertisement -



