- ઉષ્ણકટીબંધીય વાવાઝોડુ, જંગલની આગ, લુની ઘટનાઓમાં તેજી જોવા મળશે
- નાસાએ કહ્યું-સમુદ્ર ગરમ થવાથી થશે ભારે ગરમી અને વરસાદ
દુનિયાભરમાં જુન 2024 સુધી અલનીનોનાં કારણે સરેરાશ તાપમાનમાં ભારે વધારો થવાના અણસાર છે તેની અસર જુલાઈ અને ઓગસ્ટમાં પણ યથાવત રહેવાની સંભાવના ખૂબ જ વધુ હોવાના કારણે તીવ્ર હવામાનની ઘટનાઓમાં ભારે વધારો થશે અને ઉષ્ણકટીબંધીય વાવાઝોડુ, જંગલની આગ, લુની ઘટનાઓમાં તેજી જોવા મળશે.
અધ્યયન કરનારાઓનાં અનુસાર મધ્યમ કે શકિતશાળી અલનીનોના કારણે સમાન સમયગાળા દરમ્યાન વૈશ્ર્વીક સરેરાશ સપાટીનાં તાપમાનનાં કારણે રેકોર્ડ સ્તરે પહોંચવાનો 90 ટકા અણસાર છે.સામાન્ય રીતે વ્યાપારીક હવાઓ સમુદ્રની ગરમ સપાટીને જળને દક્ષિણ અમેરિકી તટથી દુર ઓસ્ટ્રેલીયા અને ફીલીપીન તરફ ધકેલતા પ્રશાંત મહાસાગરનાં કિનારે-કિનારે પશ્ર્ચિમ તરફ વહે છે.
- Advertisement -
અલનીનો ગરમ જલધારા છે જેના કારણે સાગરીય જલનૂં તાપમાન સામાન્યથી 3-4 ડિગ્રી સેલ્સીયસ વધી જાય છે. આ કારણે સપાટીની હવાનું તાપમાન પણ વધી જાય છે. દુનિયાભરના અનેક ભાગો જેમાં બંગાળની ખાડી, ફિલીપાઈન્સ અને કેરેબીયન સમુદ્ર પણ સામેલ છે. અહી અલનીનોની ઘટના ચાલુ છે.