આજે યાંત્રિક રાઇડ્સ તથા કાલે આઇસક્રીમના સ્ટોલ્સની હરાજી થશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે, આગામી પ થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા રસરંગ લોકમેળાની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા સિટી પ્રાંત-1 અધિકારી કે.જી. ચૌધરી દ્વારા ખાણીપીણીના 32 સ્ટોલની હરાજી કરીને ફાળવણી કરવામાં આવી હતી.
- Advertisement -
હરાજી બાદ બી-1 શ્રેણીના ખાણીપીણીના કોર્નરના 32 પ્લોટ વિવિધ સ્ટોલધારકોને ફાળવી દેવાયા છે. આ સાથે તેઓએ ભરેલી એડવાન્સ રકમ તથા હરરાજીમાં આખરી થયેલી રકમ બાદ તફાવતની રકમ ભરવા માટે 17મી ઓગસ્ટ સુધીની મુદ્દત આપવામાં આવી છે. આજે યાત્રિંક રાઇડસ તથા કાલે આઇસક્રીમના સ્ટોલ્સની હરાજી કરવામાં આવશે.