સ્મશાન કામ કરતા વ્યક્તિને પોલીસે મારમાર્યોનો આક્ષેપ
બાળ સ્મશાનમાં ખરાબ કૃત્ય કરનાર સામે પડતા પોલીસે માર માર્યો: યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પોલીસ અનેકવાર ભાન ભૂલી જવાના બનાવો સામે આવ્યા છે ત્યારે વધુ એક બનાવ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી.ચુડાસમાનો સામે આવ્યો છે જેમાં જૂનાગઢ સોનાપુરી સ્મશાનમાં લાકડા કાપવાની કોન્ટ્રાક બેજ પર નોકરી કરતા અરજણ ચાવડા નામના વ્યક્તિને અગાઉના કેસમાં ફરિયાદીની મદદ કરતા તેનો ખાર રાખીને ઢોરમાર મારતા અરજણ ચાવડા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો અને ન્યાય માંગણી સાથે પીએસઆઇ વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગ કરી છે.
સોનાપુરીમાં કોન્ટ્રાક બેઝ પર કામ કરતા અરજણ ચાવડા એ હોસ્પિટલના બિછાને થી જણાવ્યું હતું કે અઢી મહિના અગાઉ એક વ્યક્તિ બાળ સ્મશાન ની સમાધિ તોડીને તેના પર શોચક્રિયા કરતો હોઈ અને ખરાબ કૃત્ય કરનાર સામે એક મહિલા એ ભવનાથ પોલીસ માં ફરિયાદ કરી હતી.
પરંતુ ભવનાથ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતા ડીવાયએસપી ને રજૂઆત કરી હતી અને ત્યારે બાદ બાળ સ્મશાન માં ખરાબ કૃત્ય કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારથી ભવનાથ પોલીસ સ્ટેશન પીએસઆઇ એમ.સી.ચુડાસમા એ ખાર રાખીને મને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને તને સ્મશાન માં નહિ રહેવા દવ તેવી ધમકી આપતા અરજણ ચાવડાએ પીએસઆઇ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમગ્ર ઘટના મામલે ભવનાથ પોલીસ સ્ટેશન પીએસઆઇ દ્વારા જણાવ્યું હતું એક મહિના પૂર્વે અગાઉ પેહલા બાળ સ્મ્શાનમાં અલી નામના વ્યક્તિ દ્વારા બાળ સ્મશાન ના ઓટા તોડી તેની ઉપર ખરાબ કૃત્ય કરવાની ફરિયાદ એક મહિલા અને અરજણ ચુડાસમાએ આપેલી હતી ત્યાર બાદ તેનો ખાર રાખીને અલી એ અરજણ ચાવડા વિરુદ્ધ અરજી આપતા ત્યારે અરજણ ચાવડાને પોલીસ સ્ટેશન બોલાવી 151 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી કોઈ મારમાર્યો નથી તેમ જણાવ્યું હતું.
- Advertisement -
મારખાનાર વ્યક્તિને ન્યાય મળશે ?
જૂનાગઢ બાળ સ્મશાનમાં બનેલી ઘટના માં બંને પક્ષે સામસામી અરજી સ્વરૂપે ફરિયાદ કરવામાં આવી હતી જેમાં જૂનાગઢ સોનાપુરી સ્મશાન માં કોન્ટ્રાક બેજ પર કામ કરતા અરજણ ચાવડાને પોલીસે માર માર્યાનો આક્ષેપ થયો છે ત્યારે હવે પોલીસ ઊંચ અધિકારી શું પગલાં ભરે છે અને યુવકને ન્યાય મળે છે કે કેમ તે જોવાનું રહ્યું.
પોલીસનો ભોગ બનનાર અરજણ ચાવડાનું નિવેદન જોવા અહીં ક્લિક કરો