14 થેલી સિમેન્ટની જગ્યાએ માત્ર 4 થેલી સિમેન્ટનો ઉપયોગ
ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમાએ માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે,માણાવદર નગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન થી લઈને સરકારી હાઈસ્કૂલ પાછળના ત્રણ ખૂણીયામાં આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે. તેમાં ખોદાકામ કરી અને પછી એસ્ટીમેન્ટમાં દર્શાવ્યા મુજબ પાણી છાંટીને રોલર ફેરવેલ નથી. તેમજ 45 એમ.એમ થી 90એમ.એમની કાંકરી પાથરવાની હોય છે તેમાં એસ્ટીમેટ મુજબ જાડાઈ કરેલ નથી. પી.સી.સી બનાવવાનું ચાલુ હતું તેમાં એક ગાળામાં અંદાજે 14 થી 15 થેલી સિમેન્ટ નાખવાની હોય છે તેમાં ફક્ત ચાર થેલી સિમેન્ટ વાપરેલ છે.
- Advertisement -
આ કામ એન્જિનિયરની સતત દેખરેખ વગર ચાલુ રાખવામાં આવશે, તો રોડની ગુણવત્તા ખૂબ જ નબળી થશે અને તૂટી થશે. પરિણામે સરકારનાં નાણાં પણ વ્યર્થ જશે.