ગર્ભવતી મહિલાને સારવાર ન મળતા રસ્તામાં જ સમય પહેલા પ્રસૂતિ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
- Advertisement -
ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (ઙઇંઈ)ના સ્ટાફ પર ગંભીર બેદરકારીના આક્ષેપ સામે આવ્યા છે. કુડા ગામની એક ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવારની જરૂર હોવા છતાં ઙઇંઈ સેન્ટરના સ્ટાફ દ્વારા યોગ્ય સારવાર આપવામાં ન આવતા પરિવારજનોમાં રોષ ફેલાયો છે.
જાણવા મળતી વિગતો મુજબ કુડા ગામની ગર્ભવતી મહિલા તબિયત બગડતા પરિવારજનો સાથે કુડા ઙઇંઈ સેન્ટર ખાતે સારવાર માટે પહોંચી હતી. જોકે, ત્યાં હાજર સ્ટાફ દ્વારા મહિલાની તાત્કાલિક તપાસ કે સારવાર કરવામાં આવી ન હતી. આરોપ છે કે ઙઇંઈ સેન્ટરના સ્ટાફે માત્ર પરિવારજનોને 108 એમ્બ્યુલન્સમાં ફોન કરવા અને આશા વર્કરને જાણ કરવા જણાવ્યું હતું, પરંતુ મહિલાની ગંભીર સ્થિતિને ધ્યાને લઈને કોઈ પ્રાથમિક સારવાર આપવામાં આવી ન હતી. ઙઇંઈ સેન્ટર ખાતે સારવાર ન મળતા મહિલાની હાલત વધુ બગડતા પરિવારજનો દ્વારા તાત્કાલિક 108 મારફતે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં જ ગર્ભવતી મહિલાની ત્રણ મહિના પહેલા સમય પહેલાં પ્રસૂતિ થઈ ગઈ હતી. હાલ માતા અને નવજાત બાળકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અને બંનેને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. પરિવારજનોનો આરોપ છે કે જો કુડા ઙઇંઈ સેન્ટરના સ્ટાફે સમયસર અને યોગ્ય સારવાર આપી હોત તો આવી ગંભીર પરિસ્થિતિ સર્જાતી નહીં.
આ સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોએ ઙઇંઈ સેન્ટરના જવાબદાર સ્ટાફ સામે કડક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું, ત્યારે એક તરફ સરકાર દ્વારા માતા-બાળ આરોગ્યને પ્રાથમિકતા આપવાના દાવાઓ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોના ઙઇંઈ સેન્ટરોમાં આવી બેદરકારીના બનાવો સામે આવતા આરોગ્ય સેવાઓ પર સવાલો ઉભા થયા છે.



