CC રોડમાં નબળું લોખંડ અને ભૂકી નાખ્યાનો બોલતો પૂરાવો
નવા બનેલાં રોડની વિજિલન્સ તપાસ કરવાની જરૂર
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડામાં ભગતસિંહની પ્રતિમા પાસેથી સીસી રોડનું કામ કરવામાં આવ્યું છે. આ કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાનાં આક્ષેપ કરવામાં આવ્યા છે. આ કામની વિજીલન્સ તપાસની માંગ ઉઠી છે.
- Advertisement -
મેંદરડાના નવા બનેલા સીસી રોડને લઈ લોકોએ ‘ખાસ-ખબર’નો સંપર્ક કર્યો હતો, અને કહ્યું હતું કે સીસી રોડનાં કામમાં ભ્રષ્ટાચાર થયો છે. આ કામની વિજીલન્સ તપાસ કરી કોન્ટ્રાક્ટર અને તેની સાથે મળેલા સ્થાનિક નેતાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત રોડનાં કામમાં નબળું લોખંડ અને કાંકરીની જગ્યાએ પાવડર (ભૂકી) વાપરવામાં આવી હોવાની શંકા છે. આ મુદ્દે સરપંચે પણ રજૂઆત કરી છે પરંતુ જિલ્લા વિકાસ અધિકારી કે માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ જ તપાસ કરવામાં આવી નથી.
લોકોનું માનવું છે કે રોડના ગાબડામાંથી કેટલાક લોકોના ખિસ્સા ભરાયા છે. કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતના કારણે આ રોડની તપાસ ન થતી હોવાની પણ ચર્ચાએ જોર પક્ડ્યું છે. આ કામનાં ભ્રષ્ટાચારમાં કેટલાનો વહિવટ થયો તે પણ તપાસ માંગી લે તેમ છે. સીસી રોડનાં કામની તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.


