ગામ લોકો દ્વારા હાથેથી સીસી રોડ કાંકરી અને રેતી ઉખેડીને રિયાલિટી ચેક
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
માણાવદર તાલુકાના મટીયાણા ગામે મટીયાણા થી બાલાગામ જતા માર્ગમાં ગ્રામ પંચાયત દ્વારા સીસી રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે આ સીસી રોડમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે ગ્રામજનો દ્વારા આ સીસી રોડ હાથેથી કાંકરી અને રેતી ઉખેડીને મીડિયાને રિયાલિટી ચેક કરાવી હતી. આ બાબતે તપાસ કરવામાં કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરાય છે.
- Advertisement -
આ અંગે મટીયાણા ગામના સામાજિક કાર્યકર અમિત બોરખતરીયાએ જણાવ્યું હતું કે આ રોડ 15 થી 20 દિવસ પહેલા જ બનાવવામાં આવ્યો છે ત્યારે નબળું કામ થવાથી અત્યારે હાથેથી ઉખડી જાય તેઓ ભ્રષ્ટાચાર થયો છે. ઉપરાંત આ સીસી રોડનું કામ ચાલુ હતું ત્યારે તંત્રના એક પણ અધિકારી જોવા પણ નથી આવ્યા. ત્યારે અધિકારીની પણ મિલીભગત છે કે શું ? તેઓ આક્ષેપ કરાયો હતો. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક આ સીસી રોડની તપાસ કરાવીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.