વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પત્રકાર પરિષદ
જામનગરમાં ઙૠટઈકની ભરતી દરમિયાન ડમી ઉમેદવારો પરીક્ષામાં ઘુસી ગયા હતા છતાં જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી
- Advertisement -
જૂનાગઢમાં ખાનગી યુનિયનના અધિવેશન માટે ખાસ 11 ઊંટની વીજ લાઇન નાખવામાં આવી જ્યારે ખેડૂતોને ખેતી માટે વીજ લાઈનની રાહ જોવી પડે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ખાતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી ઙૠટઈક અને ૠઊઝઈઘમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા યોજાય તે પહેલાં જ આ મુદ્દાઓ જાહેર કરવાનું તેમણે યોગ્ય માન્યું છે, કારણ કે ભરતી પ્રક્રિયામાં અગાઉ પણ કૌભાંડો સામે આવ્યા છે.
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જામનગરમાં ઙૠટઈકની ભરતી દરમિયાન ડમી ઉમેદવારો પરીક્ષામાં ઘુસી ગયા હોવાના સ્પષ્ટ બનાવો સામે આવ્યા હતા, છતાં જવાબદાર અધિકારીઓ સામે આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભરતી પ્રક્રિયામાં ખોટી રીતે પોસ્ટ ઉભી કરવામાં આવી હોવાના પણ તેમણે આક્ષેપો કર્યા હતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં ઙૠટઈકના કેટલાક અધિકારીઓ કામકાજ છોડી ખાનગી અધિવેશનોના તાયફાઓમાં વ્યસ્ત રહે છે. ઙૠટઈકની વડી કચેરી રાજકોટમાં હોવાથી આ મુદ્દાઓને લઈને તેઓ રાજકોટ આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. પત્રકાર પરિષદમાં યુવરાજસિંહ જાડેજાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે જૂનાગઢમાં ખાનગી યુનિયનના અધિવેશન માટે ખાસ 11 ઊંટની વીજ લાઇન નાખવામાં આવી હતી, જેના પુરાવા તેમણે મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા. જ્યારે ખેડૂતોને ખેતી માટે વીજ લાઇન મેળવવા લાંબી રાહ જોવી પડે છે, ત્યારે ખાનગી અધિવેશન માટે તાત્કાલિક લાઇન નાખવામાં આવવી ગંભીર બાબત હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ ઉપરાંત ખાનગી યુનિયનોના અધિવેશનમાં સરકારી વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે એવો પણ આરોપ યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યો હતો. તેમણે સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરી હતી અને દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી ન થાય તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચેતવણી પણ આપી હતી.



