ગાંધી જયંતિનાં કાર્યક્રમમાં ધારાસભ્ય હાજર હોવા છતા ઉલ્લેખ ન કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકાનું ટ્વીટર એકાઉન્ટ છે. જેના માધ્યમી લોકો પોતાની રજુઆત પણ કરી શકે છે અને મનપા દ્વારા થતા કામોની વિગત અહીં મુકવામાં આવે છે. પરંતુ મનપાનું ટ્વીટર ભાજપની ચાપલુસી કરતું હોય તેવા આક્ષેપ થઇ રહ્યાં છે. ગાંધી જયંતિનાં વિવિધ કાર્યક્રમની ફોટા અને વિગત અહીં મુકવામાં આવી હતી. ગાંધી જયંતિનાં દિવસે ખાદી ભંડારમાં યોજાયેલા કાર્યક્રમનાં ફોટા અને વિગત મુકી હતી.જેમાં ભાજપનાં તમામ નેતાનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ આ કાર્યક્રમમાં હાજર કોંગી ધારાસભ્ય ભીખાભાઇ જોષી અહીં હાજર હોવા છતા મનપાનાં ટ્વીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. અહીં મુકેલા ફોટામાં પણ સ્પષ્ટ દેખાતું હતું. પરંતુ ધારાસભ્યનાં નામનો ઉલ્લેખ કર્યો ન હતો. જૂનાગઢ વિધાનસભા બેઠકનાં જનપ્રતિનિધી છે. સરકારી તંત્રએ તટસ્થ રહેવું જોઇએ,તેની જગ્યાએ માત્ર ભાજપનાં નેતાનો ઉલ્લેખ કરી મનપા તંત્ર ભાજપનાં નેતાની ચાપલુસી કરતા હોય તેવું લાગી રહ્યું છે.
જૂનાગઢ મનપાનાં ટ્વિટરમાં માત્ર ભાજપની ચાપલુસીનાં આક્ષેપ
