9 માર્ચના રોજ આવેલા જણસી લઈને ખેડૂતની 10 માર્ચના રોજ હરાજી થઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ નિર્માણ થયું ત્યારે ખેડૂતો માટે આશીર્વાદ સમાન હોવાનું સામે આવ્યું હતું પરંતુ અહીં ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ નિર્માણ થયું કે પાચ વર્ષની અંદર જ મોટું કાંડ થયું હોવાનું સામે આવ્યું હતું જેમાં કેટલાય વેપારીઓની સાથે અનેક ખેડૂતોને પણ કરોડોનો ચૂનો લાગ્યો હતો આ સાથે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની સાથે થતા ભેદભાવ અને અન્યાય અંગે વારંવાર આક્ષેપ થતા સામે આવે છે જેમાં વધુ એક કિસ્સો ઉમેરતા ગત 9 માર્ચના રોજ જસાપર ગામના ભરતભાઈ ડુંગરભાઈ સાગઠીયા પોતાના ખેતરમાં વાવેતર કરેલ ધાણાનો પાક લઈને ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ગયા હતા પરંતુ સાંજના સમયે હરાજી બંધ હોવાથી તેઓ દ્વારા માર્કેટિંગ યાર્ડના સેડમાં પોતાની જણસી રાખી હતી જ્યારે બીજા દિવસે એટલે કે 10 માર્ચના રોજ સવારે આવેલી જણસીની હરાજી પ્રથમ શરૂ કરી આગળના દિવસે આવેલા ભરતભાઈ સાગઠિયાના ધાણાની હરાજી અંત સમયમાં કરી હતી જોકે આ બાબતે ખેડૂત દ્વારા જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં ડેમ વગર કામ નથી થતું જે ખેડુત અહીં 100, 200 કે 500 રૂપિયા આપે છે તેઓની હરાજી સહિતની કામગીરી ઝડપી થાય છે જ્યારે કેટલાક ગરીબ ખેડૂતો આખો દિવસ લાઇનમાં ઊભા રહીને પોતાનો સમય બગડે છે ત્યારે ખેડૂત ભરતભાઈ દ્વારા માર્કેટિંગ યાર્ડને વ્હાલા દવલાની નીતિ સામે લેખિત રજૂઆત કરી રોષ વ્યક્ત કર્યો છે.