રક્તદાન કેમ્પ, શૈક્ષણિક સહાય, મેડીકલ સહાય, ગૃહઉદ્યોગ, વૃક્ષારોપણ, ગૌસેવા, વિકલાંગોની મદદ માટે અપીલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં વસતા સમસ્ત ઉમાવંશી કડવા પાટીદાર વાછાણી પરિવારનું સેન્ડબેરી પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન યોજાયું હતું. આ સ્નેહમિલન પ્રસંગે રાજકોટમાં રહેતાં આશરે 800 કુટુંબોના 2000 જેટલા પરિવારજનોએ હાજરી આપી હતી.
રાજકોટમાં યોજાયેલા વાછાણી પરિવારના સ્નેહમિલન પ્રસંગે કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમેરિકા સ્થિત કુંડારીયા ફાઉન્ડેશનના કેન્સરના નિષ્ણાંત ડો. ભાણજીભાઈ કુંડારીયા ઉપસ્થિત રહી પરિવારના યુવાનોને વ્યસનમુક્તિ અને મહિલાઓને થતાં કેન્સર વિશે જાગૃત કર્યા હતા. અનેક યુવાનોે કાર્યક્રમ સ્થળ પર જ વ્યસનમુક્તિના શપથ લીધા હતા. આ સ્નેહમિલન પ્રસંગે ઉમિયાધામ સિદસરના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલએ પ્રાસંગીક ઉદ્બોધન કર્યું હતું. આ સ્નેહમિલન પ્રસંગે શ્રી ઉમાવંશી વાછાણી પરિવારના પ્રમુખ કે. બી. વાછાણીએ પ્રાસંગીક ઉદ્બોધનમાં સ્વાગત પ્રવચન કરતાં જરૂરિયાતમંદ પરિવારજનો માટે શૈક્ષણિક સહાય, મેડીકલ સહાય, ગૃહઉદ્યોગ સહાય, વિધવા સહાયની નેમ વ્યક્ત કરી હતી.
વાછાણી પરિવારના સ્નેહમિલન પ્રસંગે શ્રીજી પૂર્ણિમા સત્સંગ મંડળ દ્વારા શ્રીનાથજીની ઝાંખી ઠાકોરજી પધાર્યા મારે ઘેરનો અનેરો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાછાણી પરિવારના હોદ્દેદારો દ્વારા શ્રી ઉમાવંશી વાછાણી પરિવારને રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ, ગૌસેવા, વૃદ્ધાશ્રામ, બાલાશ્રમ તથા વિકલાંગોની સેવા માટે સદાય તત્પર રહેવા અપીલ કરાઈ હતી. સમગ્ર સ્નેહમિલનને સફળ બનાવવા પ્રમુખ કે. બી. વાછાણી, ઉપપ્રમુખ કિરણભાઈ વાછાણી, મંત્રી મગનભાઈ વાછાણી તથા કોર કમિટીના સભ્યો વિનોદભાઈ, પિયુષભાઈ, હાર્દિકભાઈ, વિકાસભાઈ, વિવેકભાઈ, ઋષિતભાઈ, વૈભવભાઈ, અજયભાઈ, સંજયભાઈ, કિંજલભાઈએ જહેમત ઉઠાવી હતી. આ સ્નેહમિલન પ્રસંગે શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ફિલ્ડમાર્શલ બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો.