ધંધાદારી કોલેજોને ફાયદો કરાવવા સૌરાષ્ટ્ર યુનિ.ના સતાધીશોનુ મોટું ષડયંત્રના રોહિતસિંહ રાજપુત આક્ષેપ
પરિપત્રનો દેખાડો કરી વિદ્યાર્થીઓને લૂંટવાનુ યુનિવર્સિટીના સતાધીશો અને કોલેજોનુ પૂર્વાર્યોજિત કાવતરુ : FRCનું તાકીદે ગઠન કરવા કોંગ્રેસની માંગ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ જ જાહેર કરેલ ફી ના પરિપત્ર કરતા વધુ ફી જી-કેસ પોર્ટલ પર ચડાવવાનું ગંભીર ષડ્યંત્ર : કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની કુલપતિને રજુઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની મોટાભાગની સ્ટેટ યુનિવર્સિટીમાં સ્ટેચ્યુટ લાગુ કરી દેવામાં આવ્યો છે.મોટાભાગની કામગીરી હવે નવા સ્ટેચ્યુટના આધારે કરવામાં આવી રહી છે.પરંતુ નવા સ્ટેચ્યુટમાં કોલેજો વિદ્યાર્થીઓ પાસેથી કેટલી ફી વસૂલી શકશે તેના માટે ઋછઈની કમિટી બનાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજુ સુધી એફઆરસી કમિટી જ બની નથી ! જેના કારણે વિદ્યાર્થીઓ કોલેજોની ઊંચી ફી આપવા મજબૂર બન્યા છે અને કોલેજો પણ બેફામ ફી વસૂલવા લાગી છે. યુનિવર્સિટીના સત્તાધીશોનો કોલેજો ઉપર જાણે કોઈ અંકુશ જ ન હોય એમ કેટલીક કોલેજોએ બેફામ ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે તે બાબતે આજે કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિ રોહિતસિંહ રાજપૂતની આગેવાનીમા ડેલિગેશન આજે કુલપતિને ધારદાર રજૂઆત કરી હતી.
- Advertisement -
રજૂઆતમા વિસ્તૃત જણાવ્યુ હતુ કે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ પોતે 28-4-2025નાં રોજ વિવિધ અભ્યાસક્રમની નિયત કરેલ ફી જાહેર કરેલી છે જેનો પરિપત્ર આ બીડાણ સાથે સામેલ છે. રાજ્ય સરકારનાં જી-કેસ પોર્ટલ પર આ તમામ માહિતી આપના અધિકારીઓ દ્વારા વેરીફીકેશન કરીને અપલોડ કરવામાં આવી હતી. આ સમયે અમૂક ચોક્કસ કોલેજ દ્વારા તમારા જ પરિપત્ર કરતા વધારે ફી ફાઈલમાં હોવા છતાં ચોક્કસ લોકો દ્વારા આ ધંધાદારી ખાનગી કોલેજોનાં માણસો હોય તે રીતે વધારે ફી અપલોડ કરી નાખી અને ગરીબ વિદ્યાર્થી અને વાલીઓને લુંટવાનો પરવાનો આપી દીધો. યુનિવર્સીટીનાં તંત્ર દ્વારા આવી ગંભીર ભૂલ કરેલ છે એ કોના લાભાર્થે અને કોના કહેવાથી કરવામાં આવી છે તે આપની કક્ષાએ થી તપાસ કરી આવા અધિકારી કર્મચારી પર ખાતાકીય તપાસ કરવામાં આવે તેમજ તાત્કાલિક સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા નિયત કરેલ ફી મુજબ ફી અપલોડ કરવા માટે જી-કેસને આ પરિપત્ર ફોરવર્ડ કરવામાં આવે.
રોહિતસિંહ રાજપૂતે આ બાબતે ઉદાહરણ ટાંકતા જણાવ્યુ હતુ કે આ એક પૂર્વાયોજિત કૌભાંડન કેમ છે જેનો પુરાવો તરીકે જી-કેસ પોર્ટલ પર રાજકોટની ક્રાઈસ્ટ કોલજ ઇ.ઈ.અ.અભ્યાસક્રમની બે લાખથી પણ વધારે ફી દર્શાવેલ છે. જયારે આ અભ્યાસક્રમની તમારા જ દ્વારા કરાયેલ પરિપત્રમાં વર્ષની ત્રીસ હજાર રૂપિયા ફી દર્શાવેલી છે એટલે કે આ કોલેજ બે ગણા કરતા વધારે ફીના ઉઘરાણા કરે છે! આવી અનેક ખાનગી કોલેજો પોતાની ઈચ્છા મુજબ ફીના ઉઘરાણા કરી રહી છે ત્યારે આ કદાપિ ચલાવી ના લેવુ જોઈએ.
રજૂઆતની અંતમા જણાવ્યુ હતુ કે ગરીબ ફક્ષય મધ્યમવર્ગીય પરિવારના વિદ્યાર્થીઓ અને વાલીના હિતમા ઉપરોક્ત બાબતોએ નિયમો મુજબ કામગીરી ત્વરિત નહિ થાય તો અમારે ફરજિયાત પણે લોકશાહી ઢબે આક્રમક આંદોલનાત્મક કાર્યક્રમો કરવા પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.આ રજૂઆતમા કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપુત,યશ ભીંડોરા,રોનક રવૈયા,યશ ઉનડકટ,વનરાજ પરમાર,દર્શીલ ઉનડકડ,દીપ ગોહિલ સહિત જોડાયા હતા.