વરસાદમાં તમામ રોડ ધોવાઇ ગયા, વાહનચાલકોને ભારે હાંલાકી
ગેરંટીવાળા રોડ પર હાડપિંજર થઈ ગયા, હવે મનપા થૂંકના સાંધા મારશે
- Advertisement -
રાજકોટમાં વરસાદને પગલે રસ્તાઓને નુકસાન થયું હતું. મુખ્ય રસ્તાઓ સોસાયટી, શેરીઓમાં ડામર રોડ ઉખડી ગયા છે મસમોટા ખાડા પડી ગયા છે. જ્યારે હવે મનપા તંત્રએ મેટલથી રસ્તા પરના ખાડા ખાડા બુરવાના શરૂ કર્યા છે..જોકે હવે મહાનગરપાલિકા દ્વારા ગઈકાલથી ત્રણેય ઝોનમાં તબક્કાવાર દરેક વોર્ડમાં ડામર પેચ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં મુખ્ય રસ્તાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્ર
ણ કે પાંચ વર્ષ સુધી કંઇ પણ ન થવુ જોઇએ અને જો રોડ ધોવાણ થઇ જાય તો કોન્ટ્રાક્ટરના ખર્ચે જ રિપેરિંગ કરવાનું રહેશે તેવી શરત સાથે મનપાએ કહેવાતા ગેરેન્ટેડ રોડ બનાવ્યા છે. આવા રોડ પણ પ્રથમ વરસાદમાં ધોવાઇને હાડપીંજર થઇ ગયા છે.