નીચાણવાળા વિસ્તારો અને ગામોને એલર્ટ આપી રહીશોને સલામત સ્થળે ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
- Advertisement -
રાજ્યમાં 25 ઓગસ્ટથી ભારે વરસાદની આગાહીને લઈને ઠેર ઠેર ભારે વરસાદ ખાબક્યો હતો. જેના લીધે લોકમેળા પણ રદ થયા હતા તેવામાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે સતત ત્રણ દિવસ વરસાદ ખાબક્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રવિવારથી શરૂ થયેલ સાર્વત્રિક વરસાદના લીધે ઝાલાવાડના તમામ નદી, નાળા, તળાવો અને ડેમમાં પાણીની આવક થઈ હતી જેના લીધે પાણીના સ્ત્રોત ઓવર ફલો થયા હતા આ તરફ નદી, તળાવો અને ડેમમાં પાણીની સપાટી ઉપર આવતા અનેક ગામોમાં પણ પાણી ઘુસી જ્ઞાન બનાવો સામે આવ્યા હતા જેથી તંત્ર પણ એલર્ટ થઈને નીચાણવાળા વિસ્તારોને ખલી કરવી રહીશોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
જ્યારે કેટલાક ગામો તથા વિસ્તારોમાં તંત્રે એલર્ટ આપી તાત્કાલિક ધોરણે સ્થાનિકોના મકાન થતાં ઝૂપડા ખલી કરવી અન્ય સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ભારે વરસાદના પગલે ઝાલાવાડના મોટાભાગે ડેમ, તળાવો અને નદીના પાણી બહાર નીકળતા કોઈ જાનહાનિ ન થાય તે માટે બે ગામોને જોડતા કેટલાક માર્ગો પણ બંધ કરાયા હતા.