રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપના બે જૂથ વચ્ચેના ફાંટામાં પ્રદેશમાંથી 12 નામો જાહેર
હાલનાં ચેરમેન ડી.કે. સખીયાના પુત્ર જીતેન્દ્ર સખીયાના નામની પણ જાહેરાત કરાઈ
હ2દેવસિંહ જાડેજા, નીતિન ઢાકેચા આઉટ, ભાનુભાઈ મહેતાનાં સ્થાને તેના પુત્રને ટિકિટ
હ2દેવસિંહ જાડેજા, નીતિન ઢાકેચા આઉટ, ભાનુભાઈ મહેતાનાં સ્થાને તેના પુત્રને ટિકિટ
ખેડૂત પેનલના ઉમેદવારોએ યાર્ડના ગેટે માથુ ટેકવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ વચ્ચે ફાટા પડી ગયા છે. હાલના યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા અને રાજ્યકક્ષાનાં મંત્રી અરવિંદ રૈયાણી વચ્ચે આંતરિક ખટરાગ ચાલી રહ્યો છે. બંને જૂથે પ્રદેશ ભાજપમાં પણ પોતાની વાત રજૂ કરી હતી અને પ્રદેશ ભાજપે ડેમેજ કંટ્રોલ માટે પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના હાલના ધારાસભ્ય જયેશ રાદડિયાને જવાબદારી સોંપી છે. ત્યારે પ્રદેશ ભાજપમાંથી જ આજે યાર્ડની ચૂંટણીમાં 12 નામોની યાદી મોકલવામાં આવી હતી. જેની જાહેરાત યાર્ડ ખાતે જયેશ રાદડિયાની યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવી હતી. જેમાં પ2સોતમ સાવલીયા સિવાય તમામ જૂના ડાયરેક્ટ2નાં પત્તા કપાયા છે.
પ્રદેશ ભાજપમાંથી આવેલી 12 ઉમેદવારોમાં મોટાભાગે નવા ચહેરાને જ તક આપવામાં આવી છે. રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કુલ 16 બેઠક છે. જેમાં ખેડૂતોની 10, વેપારીઓની 4 અને સંઘની 2 બેઠકનો સમાવેશ થાય છે. જોકે, આજે જાહેર થયેલી યાદીમાં નવા ચહેરાને તક આપવામાં આવતા ભાજપની સહકારી ક્ષેત્રમાં નવી રણનીતિ જોવા મળી છે. વર્તમાન ચેરમેન ડી.કે. સખીયાના પુત્ર જીતેન્દ્ર સખીયાના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારોની યાદીમાં માર્કેટ યાર્ડમાં પ2સોતમ સાવલીયાને બાદ ક2તા તમામ ધુરંધર ડાયરેક્ટરોના નામ પ2 કાત2 ફે2વી દેવામાં આવી છે. પૂર્વ પ્રમુખ ડી.કે. સખીયા, ઉપપ્રમુખ હ2દેવસિંહ જાડેજા, નીતીન ઢાકેચા જેવા નામો પ2 કાત2 ફરી છે. જોકે ડી.કે.નાં સ્થાને તેના પુત્રને ઉમેદવારી કરાવામાં આવી છે. શાસક જૂથમાં તડા પડે છે કે કેમ સહકારી જગતની નજ2 છે.
- Advertisement -
જાહેર કરાયેલાં 12 ઉમેદવારનાં નામો
1. પરસોતમભાઈ સાવલિયા 2. કેશુભાઈ નંદાણીયા 3. હંસરાજભાઈ લીંબાસીયા
4. વસંતભાઈ ગઢીયા 5. હઠુભા જાડેજા 6. ભરતભાઈ ખુંટ 7. જેન્તીભાઇ ફાચરા
8. જે.કે.જાળિયા 9. હિતેશ મહેતા 10. જીતેન્દ્ર સખીયા 11. જયેશ બોઘરા
12. વિજય કોરાટ