પ્રવેશ પ્રક્રિયા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોમન કાઉન્સેલિંગ કરવામાં આવશે
નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા મેડિકલની પ્રવેશ પરીક્ષા, પ્રવેશ કાર્યવાહી સહિતના નવા નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં મેડિકલમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)નો દ્વાર ધોરણ.12 સાયન્સના તમામ વિદ્યાર્થીઓ માટે ઓપન કરી દીધો છે.
- Advertisement -
NMC દ્વારા જાહેર કરાયેલા નિયમોમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે ધો.12માં માત્ર પાસ થયેલા કોઇપણ વિદ્યાર્થીઓ નીટ આપી શકશે. આમ અત્યાર સુધીમાં નીટ આપવા માટે ધો.12માં 50 ટકા માર્કસ ફરજિયાત હતા તે મર્યાદા હવે દૂર કરી દેવામાં આવી છે.
આ સિવાય પ્રવેશ ફાળવણીમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા કોમ કાઉન્સેલિંગ કરવામાં આવશે.



