હમાસના સૈનિકોએ 7 ઓક્ટોમ્બરના જ્યારે શબાતના છુટ્ટીના દિવસે ઇઝરાયલમાં ઘુસીને હુમલો કર્યો હતો ત્યારે વિશ્વ ચોંકી ગયું હતું. આધુનિક સેના, ટેકનીક અને હથિયારોથી સજ્જ ઇઝરાયલને પણ આ હુમલાની કોઇ આશા હતી નહીં. ત્યાર પછી ઇઝરાયલની તરફથી જે જવાબી કાર્યવાહી કરવામાં આવી, એમાં હમાસની કેટલાય જગ્યાઓ અત્યાર સુધીમાં કાટમાળમાં ફેરવાઇ ગઇ છે. હમાસના હુમલા પછી શરૂ થયેલું યુદ્ધ સતત છઠ્ઠા દિવસે પણ ચાલુ છે.
ઇઝરાયલે કહ્યું કે હમાસને અમે જળમૂડથી ઉખેડી નાખશું. ઇઝરાયલ દ્વારાર ગાઝા પટ્ટી પર રોકેટ અને અત્યાધુનિક હથિયારો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. આ યુદ્ધ હવે ચાલુ રહેશે, જેમ-જેમ યુદ્ધ આગળ વધશે તેમ હથિયારોનો ઉપયોગ પણ વધતો જશે, અને બીજી વૌશ્વિક શક્તિઓ પણ ઇઝરાયલની મદદ માટે આગળ આવી રહી છે, જેનાથી યુદ્ધના વિનાશની સંભવના વધી રહી છે.
- Advertisement -
અમેરિકા સહિત આ દેશો મદદ માટે આગળ આવશે
અમેરિકાએ મદદના રૂપે આધુનિક હથિયાર અને ગોળા-બારૂદથી સજજ એક વિમાન ઇઝરાયલ મોકલવામાં આવશે. એક મદદ અમેરિકાથી ઇઝરાયલ પહોંચાડવામાં આવશે, જ્યારે બીજી મદદ હવે પહોંચશે. અમેરિકાએ હથિયાર મોકલ્યા છે, જેમાં સહાયક વિમાનો 8 સ્ક્વાડ્રન અને ટિકોનડેરોગા ક્લાસ ગાઇડેડ મિસાઇલ ક્રૂઝર યૂએસએસ નોર્મડી, મિસાઇલ વિધ્વંસક યૂએસએસ થોમસ હડનર, યૂએસએસ રામેજ, યૂએસએસ કાર્ની, અને યૂએસએશ રૂજવેલ્ટ અને આર્લ બર્ક ક્લાસ ગાઇડેડ મિસાઇલ પણ સામેલ છે.
બ્રિટન અને ઓસ્ટ્રેલિયા પણ ઇઝરાયલનું મજબીતીથી સમર્થન કરી રહી છે. જર્મનીએ તો બે પગલા આગળ વધીને જાહેરાત કરી દીધી કે ગાઝામાં હમાસની જગ્યાઓ પર હુમલો કરવા માટે ઇઝરાયલને પોતાના 2 હેરોન ટીપી લડાકૂ ડ્રોન આપશે. ઉલ્લેખનીય છે કે જર્મનીએ આ ડ્રોનને રશિયાની સાથે યૂક્રેનના યુદ્ધમાં પણ ઉપયોગ કર્યો નહોતા.