વિવાદને પગલે આદિપુરુષને બૈન કરવા માંગ ઉઠી રહી છે આવી સ્થિતિ વચ્ચે ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ અસોસિએશ દ્વારા વડાપ્રધાન મોદીને રજૂઆત કરી આદિપુરુષના પ્રસારણ પર રોક લગાવી દેવા માંગ ઉઠાવાઈ છે.
સુપરસ્ટાર પ્રભાસના લીડ રોલવાળી ફિલ્મ આદિપુરુષનું મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. ફિલ્મ જ્યારથી રીલિઝ થઇ છે ત્યારથી એક પછી એક અનેક વિરોધના વંટોળ ઉભા થઇ રહ્યાં છે. આ વિરોધમાં ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી ઉમેરો કર્યો છે. વડાપ્રધાનને લખેલા આ પત્રમાં માગ કરવામાં આવી છે કે ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત, ડાયલોગ રાઇટર મનોજ મુંતશિર અને પ્રોડ્યુસર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
- Advertisement -
આદિપુરુષને લઇને દેશમાં વિવિધ જગ્યાએ વિરોધ
16 જુનના રોજ થિએટરોમાં રીલિઝ થયેલી રામાયણની કથા પર આધારિત ફિલ્મ આદિપુરુષને લઇને દેશમાં વિવિધ જગ્યાએ વિરોધ થઇ રહ્યો છે. આ ફિલ્મમાં કેટલાક ડાયલોક ખુબ જ ચર્ચાનું કારણ બન્યા છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ડાયલોકથી હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. જો કે વિરોધ વધુ થતાં ફિલ્મમાંથી કેટલાક ડાયલોક બદલવાની વાત કરી છે તેમ છતા વિરોધના વંટોળ ઉભા થઇ રહ્યાં છે.
All India Cine Workers Association write to Prime Minister Narendra Modi, requesting him to "stop screening the movie and immediately order a ban of #Adipurush screening in the theatres and OTT platforms in the future.
- Advertisement -
"We need FIR against Director Om Raut, dialogue writer… pic.twitter.com/jYq3yfv05c
— ANI (@ANI) June 20, 2023
રામ અને હનુમાનજીની ઇમેજ ખરડાઇ
ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોશિએશન તરફથી વડાપ્રધાનને મોકલવામાં આવેલા પત્રમાં અપીલ કરવામાં આવે છે કે ફિલ્મની સ્ક્રિનિંગ પર તુરંત પ્રતિબંધ લગાવી દેવામાં આવે અને ફિલ્મને થિએટર અને ઓટીટી પર બેન લગાવવામાં આવે. સાથે જ પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મના સ્ક્રિનપ્લે અને ડાયલોકથી ભગવાન રામ અને હનુમાનજીની ઇમેજ ખરડાઇ છે. આ ફિલ્મથી હિન્દુ અને સનાતન ધર્મના લોકોની ભાવનાને ઠેસ પહોંચી રહી છે.
પાત્રને વીડિયો ગેમના કેરેક્ટરની જેમ દેખાડવામાં આવ્યા
આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ફિલ્મમાં ભગવાન રામ અને રાવણના પાત્રને પણ વીડિયો ગેમના કેરેક્ટરની જેમ દેખાડવામાં આવ્યા છે. ડાયલોકથી દરેક ભારતીયને દુખ પહોંચ્યું છે. લોકોની ભાવનાને ઠેસ પહોંચાડનારા ડિરેક્ટર્સ, ડાયલોક રાઇટર અને પ્રોડ્યુસર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે. તો પત્રમાં જણાવવામાં આવ્યું કે પ્રભાસ, કૃતિ સેનન અને સેફ અલી ખાને આવી ફિલ્મો ન કરવી જોઇએ.