11 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી ગૌસેવા મિત્ર મંડળ, વડીયા આયોજિત સર્વજ્ઞાતિની આર્થિક પછાત વર્ગની 11 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન આગામી તા. 5 ને બુધવારના રોજ જૂના હવેલી ગ્રાઉન્ડ, કૃષ્ણપરા, ત્રણ દરવાજા ખાતે યોજવામાં આવેલો છે. વડીયા ખાતે છેલ્લા ચાર વર્ષથી સમૂહ લગ્નોત્સવનું આયોજન વડીયાના ગૌસેવા મિત્રમંડળ સમૂહ લગ્ન સમિતિના આયોજક સર્વે વડીયાના સરપંચ મનીષભાઈ ઢોલરીયા, લલીતભાઈ વડેરીયા, રમેશભાઈ સંઘાણી, દિનેશભાઈ સેજપાલ, ભરતભાઈ વઘાસીયા, અશ્ર્વિનભાઈ ઉંઘાડ તેમજ વડીયાના રહેવાસી દ્વારા આયોજન કરવામાં આવે છે. આ સમૂહ લગ્નોત્સવમાં કોઈ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર આર્થિક નબળા વર્ગની દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે. સમૂહલગ્નમાં ક્ધયાને વિવિધ સમાજના સૌરાષ્ટ્ર- ગુજરાતમાં રહેતા વડીયાના રહેવાસીઓ તરફથી કરિયાવરમાં સોનાની નાકની ચુંક, સોનાની ચિપવાળા પાટલા, કબાટ, કીચનવેર, સુટકેશ, મામટનું ટીપ, કંકાવટી, ઘરચોળુ, પલંગ તેમજ ગૃહઉપયોગી વસ્તુઓ સહિત 115 ગૃહઉપયોગી વસ્તુઓ આપવામાં આવશે. આ સમૂહ લગ્નોત્સવમાં મહંત કરસનદાસબાપુ પરબધામ, સ્વામિનારાયણ મંદિરના સંતો, મહંત ભરતનાથજી બાપુ કંઠળનાથની જગ્યા વડીયા, મહંત વિભૂતિનાથજી બાપુ બિલેશ્ર્વર મંદિર વડીયા, મહંત સર્વાનંદબાપુ દિવ્યલોક વડીયા, મહંત સુખરામબાપુ મેંદરડા, મહંત કમલનાથજી બાપુ ભીડભંજન, વિઠ્ઠલદાસબાપુ વડીયા સહિત અનેક સંતો-મહંતો નવદંપતિને આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહેશે. આ સમૂહ લગ્ન પ્રસંગના આચાર્યપદે શાસ્ત્રી નિલેશભાઈ ખીરા રહેશે.
- Advertisement -
આ સમૂહ લગ્નોત્સવમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંઘાડ, નરેશભાઈ દેવાણી, પ્રદીપભાઈ ખેતાણી વડીયા, ધીરુભાઈ ઢોલરીયા, રાજુભાઈ મહેતા, રાજુભાઈ ગણાત્રા, નવઘણભાઈ આહીર, માસુફભાઈ ગાંઠાણી, દિવ્યાંગભાઈ દોશી, દિનેશભાઈ પારેખ, હર્ષદભાઈ સગર સહિત મામલતદાર વડીયા, પીએસઆઈ વડીયા, પ્રવીણભાઈ વાઘીયા તલાટી કમ મંત્રી વડીયા સહિતના અનેક રાજકીય તેમજ સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહી નવદંપતિને શુભેચ્છા પાઠવશે. આ વર્ષે વિશેષ કાર્યક્રમમાં ગત વર્ષે યોજાયેલા સમૂહલગ્નના વર-ક્ધયાઓની વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે શુભેચ્છા ગીફ્ટ તેમજ કેક કટીંગ કરીને ઉજવણી કરવામાં આવશે. આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે શ્રી ગૌસેવા મિત્ર મંડળ વડીયાના લલીતભાઈ વડેરીયા, અરુણ નિર્મલ ભાજપ મીડિયા અગ્રણી, હર્ષદભાઈ સગર, સુરેશભાઈ પરમાર આવ્યા હતા.