ગુજરાતમાં 2002ના રમખાણ સાથે જોડાયેલા તમામ પ્રકારની કાર્યવાહી સુપ્રીમ કોર્ટે બંધ કરી દીધી છે.
સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો સાથે જોડાયેલા તમામ કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ યુયુ લલિતની બેંચે જણાવ્યું કે ‘આટલો સમય વીતી ગયા પછી આ મામલે સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી.’
- Advertisement -
ગુજરાતના રમખાણો સાથે 9માંથી 8 કેસમાં તો નીચલી અદાલતોએ પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે: SC
મહત્વનું છે કે, ગુજરાતના રમખાણોને લગતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ત્યારે આ મામલે કોર્ટે કહ્યું કે, ‘ગુજરાતના રમખાણો સાથેના 9માંથી 8 કેસમાં તો નીચલી અદાલતોએ પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. જ્યારે નરોડા ગામ સાથે જોડાયેલ કેસની સુનાવણી હજુ શરૂ છે. ત્યારે આવી સ્થિતિમાં, તેની સાથે જોડાયેલા કોઈ પણ કેસ પર અલગથી સુનાવણી કરવાની કોઇ જરૂરિયાત નથી.’
SCએ પીએમને આપેલી ક્લીનચીટને યથાવત રાખી હતી
- Advertisement -
સુપ્રીમ કોર્ટે 24 જૂનના રોજ પીએમ મોદી વિરુદ્ધ ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દીધી હતી. આ અરજી 2002ના ગુજરાત રમખાણોમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીને નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપનાર SITના રિપોર્ટ સામે દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે, ‘ઝાકિયાની અરજીમાં યોગ્યતા નથી.’
SC closes all proceedings arising out of 2002 riots in Gujarat. A batch of pleas was pending before SC. SC says cases have now become infructuous with passage of time, trials in 8 out of 9 cases are over&final arguments are going on in one case in trial court, Naroda Gaon,Gujarat pic.twitter.com/1db5ANs1AQ
— ANI (@ANI) August 30, 2022
ગોધરામાં થયેલી હિંસામાં 69 લોકો માર્યા ગયા હતા
ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાકાંડ બાદ કોમી તોફાન ફાટી નીકળ્યાં હતાં. જેમાં ઝાકિયા જાફરીના પતિ અને કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત 69 લોકો માર્યા હતા. જેમાંથી 38 લોકોના મૃતદેહો મળ્યા હતા.
સુપ્રીમ કોર્ટે રમખાણોની તપાસ માટે SITની રચના કરી હતી
2008માં સુપ્રીમ કોર્ટે SITની રચના કરી હતી. કોર્ટે SITને આ મામલે તમામ સુનાવણીઓ પર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો. બાદમાં ઝાકિયાની ફરિયાદની તપાસ પણ SITને સોંપવામાં આવી. SITએ મોદીને ક્લીનચીટ આપી અને 2011માં સુપ્રીમ કોર્ટના આદેશ પર SITએ મેજિસ્ટ્રેટને ક્લોઝર રિપોર્ટ સોંપ્યો.
2013માં ઝાકિયાએ ક્લોઝર રિપોર્ટનો વિરોધ કરી મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી દાખલ કરી હતી. પરંતુ મેજિસ્ટ્રેટે આ અરજી ફગાવી દીધી હતી. આથી ઝાકિયાએ ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. હાઇકોર્ટે પણ 2017માં મેજિસ્ટ્રેટના ચુકાદાને યથાવત રાખ્યો. ત્યારે ઝાકિયાએ હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.