ઓમ માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ – અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજકોટ સ્થિત ઓમ માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા બાર પરિચય સંમેલનોની સફળતા બાદ આગામી ડીસેમ્બર મહિનામાં અમરેલી ખાતે સમગ્ર બ્રાહ્મણ જ્ઞાતિ માટે તેરમા જીવનસાથી પરિચય સંમેલનનું આયોજન હાથ ધરી રહ્યું છે. આ સંમેલન માટે પ્રમુખ જનાર્દન આચાર્ય, કન્વિનર હર્ષદભાઈ વ્યાસની નિશ્રામાં તૈયારીઓ થઈ રહી છે. ઓમ માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્ય ઘનશ્યામજી મહારાજ, પ્રમુખ કૌશિકભાઈ પાઠક, સેક્રેટરી મધુકરભાઈ એસ. ખીરા તેમજ ટ્રસ્ટી મંડળના જગદીશભાઈ ત્રિવેદી (કોષાધ્યક્ષ), પ્રવીણભાઈ જોશી, બાલેન્દુ જાની, મહેન્દ્રભાઈ ઉપાધ્યાય, લલિતભાઈ જાની, પંકજભાઈ પી. રાવલ, અરુણભાઈ એન. જોશી આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમની માહિતી આપતાં ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું કે અમરેલી ખાતે આવેલ પારેખ મહેતા વિદ્યાલય, બસ સ્ટેશન પાસે આગામી તા. 22 ડીસેમ્બર રવિવારના રોજ યોજાશે. આ કાર્યક્રમ માટે અમરેલીના બ્રહ્મ અગ્રણીઓ સર્વે મુકુંદભાઈ સી. મહેતા ઉપપ્રમુખ આયોજન સમિતિ, અશ્ર્વિનભાઈ એચ. ત્રિવેદી મંત્રી, હસુભાઈ જોશી, ભગીરથ પી. ત્રિવેદી અને સંગઠન મંત્રી વિક્રમભાઈ પંચોલી કાર્યક્રમની સફળતા માટે કટિબદ્ધ બન્યા છે.
- Advertisement -
આ પરિચય સંમેલનના ફોર્મ ઓમ માનવ કલ્યાણ ચેરિ. ટ્રસ્ટના કાર્યાલય 632, ધ સિટિ સેન્ટર, જુનુ આમ્રપાલી સિનેમા, રૈયા રોડ, રાજકોટ ખાતેથી મેળવી તા. 24-11-24 સુધીમાં પરત આપવાના રહેશે. દીકરીઓ માટે રૂા. 500 (રીફંડેબલ) જે કાર્યક્રમમાં હાજર રહેનાર દીકરીને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્થળ ઉપર પરત કરવામાં આવશે.