ચૂંટણી હારેલાં સ્મૃતિ-રાજીવ ચંદ્રશેખરને ફરી તક; નીતિશની પાર્ટીની માગણીઓ શરૂ ! અગ્નિવીર યોજના વિશે ફેરવિચારણા કરો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
- Advertisement -
ગુરુવારે (6 જૂન) બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત ભાજપના મોટા નેતાઓએ હાજરી આપી છે. બેઠકમાં નવી સરકારની રચના અને શપથ ગ્રહણની તૈયારીઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠક અંદાજે 4 કલાક સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે BJPના લગભગ તમામ મંત્રી રિપીટ થશે. જેમાં ચૂંટણી હારી ચૂકેલાં સ્મૃતિ ઈરાની અને રાજીવ ચંદ્રશેખરને પણ ફરી એકવાર તક મળી શકે છે. આમને ફરી મંત્રીપદ મળી શકે છે. જોકે લોકસભા ચૂંટણીના પરિણામોને જોતા પાર્ટીએ વિવાદોથી જોડાયેલા નામોને મંત્રિમંડળથી દૂર રાખવોનો નિર્ણય કર્યો છે.
તો બીજીબાજુ, આ બેઠક બાદ એવા સમાચાર આવ્યા કે બિહારના રાજ્યને વિશેષ દરજ્જો આપવામાં આવે અને અગ્નિવીર યોજના પર કહ્યું કે આના પર ફેરવિચારણા કરવી જોઈએ. બીજી તરફ ચૂંટણી પંચ આજે સાંજે સાડા ચાર વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર નવા સાંસદોના નામની યાદી રાષ્ટ્રપતિને સુપરત કરશે. તેઓ સત્તાવાર રીતે રાષ્ટ્રપતિને જણાવશે કે સૌથી મોટો પક્ષ અથવા ગઠબંધન કોણ છે, કોની પાસે બહુમતી છે અને કોણ સરકાર બનાવવાનો દાવો કરી રહ્યું છે.
આ પછી રાષ્ટ્રપતિ તે પાર્ટી અથવા ગઠબંધનના નેતાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે. બુધવારે (5 જૂન) નરેન્દ્ર મોદી સર્વસંમતિથી ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા હતા. સૂત્રોએ જણાવ્યું કે 7 જૂને તેઓ બીજેપી સંસદીય દળ-એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે. આ પછી તેઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. શપથ ગ્રહણ 8 જૂને થઈ શકે છે.
- Advertisement -
બુધવારે (5 જૂન)ના રોજ પીએમના નિવાસ સ્થાને ગઉઅની બેઠક યોજાઈ હતી. ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ, બિહારના સીએમ નીતિશ કુમાર, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સહિત 14 પક્ષોના 21 નેતાઓ હાજર હતા. એવી ચર્ચા છે કે જેડીયુ રેલ્વે-કૃષિ મંત્રાલય સાથે મળીને બિહાર માટે વિશેષ પેકેજ પર નજર રાખી રહી છે.
NDAએ 5 મંત્રાલયો અને લોકસભા સ્પીકર પદની માગ કરી છે. પાર્ટીએ ગ્રામીણ વિકાસ, આવાસ અને શહેરી બાબતો, પોર્ટ અને શિપિંગ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે અને વોટર પાવરના મંત્રાલયોની માગ કરી છે. ઝઉઙ નાણા મંત્રાલયનો વધારાનો હવાલો પણ માગી રહી છે. મફત યોજનાઓને કારણે આંધ્રપ્રદેશમાં આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેથી નાયડુ ઇચ્છે છે કે તેમને નાણાં મંત્રાલયનો વધારાનો હવાલો મળે.
લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી. પાર્ટીને 240 સીટો મળી છે. બહુમતીના આંકડા (272) કરતા આ 32 બેઠકો ઓછી છે. આવી સ્થિતિમાં, તે 14 સહયોગી પક્ષોના 53 સાંસદો સાથે ગઠબંધન સરકાર ચલાવશે. જેમાં ચંદ્રાબાબુની ટીડીપી 16 સીટો સાથે બીજા નંબર પર છે અને નીતિશની જેડીયુ 12 સીટો સાથે ત્રીજા નંબર પર છે. બંને પક્ષો, સીટોમાં મુખ્ય ભાગીદાર હોવાને કારણે, કેબિનેટમાં મોટા હિસ્સાની માગ કરી છે. કેન્દ્ર સરકારના 10 સૌથી શક્તિશાળી અને સમૃદ્ધ મંત્રાલયોમાં ગૃહ, સંરક્ષણ, નાણાં, વિદેશ, રેલવે, માહિતી પ્રસારણ, શિક્ષણ, કૃષિ, માર્ગ પરિવહન અને નાગરિક ઉડ્ડયન છે. એકમાત્ર બહુમતીના કારણે ભાજપે 2019 અને 2014માં તમામ મુખ્ય વિભાગો પોતાના હાથમાં રાખ્યા હતા.