આરોપી પક્ષના વકીલ ભગીરથસિંહ ડોડિયા સહિતની ધારદાર દલીલોને આધારે અદાલતનો ચુકાદો
પુરાવાનો અભાવ, સાક્ષીઓ હોસ્ટાઈલ અને કાનૂની દલીલોને આધારે નિર્ણય – 2016થી ચાલતો હતો કેસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વર્ષ 2016માં નોંધાયેલ કુખ્યાત હુમલો અને લૂંટકાંડના કેસમાં અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સાત વર્ષથી વધુ સમય ચાલેલા આ કેસમાં તમામ આરોપીઓને પુરાવાનો અભાવ તથા સાક્ષીઓ હોસ્ટાઈલ થવાને કારણે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ઈજા પામનારાઓની જુબાનીના આધાર પર આરોપીઓને સજા કરી શકાતી નથી.
ફરિયાદી અમીત ભગવાનજીભાઈ વઘાસીયાએ 18 એપ્રિલ 2016ના રોજ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, કોટડા સાંગાણી ખાતે ધુળેટીના દિવસે ઘોડા નાંખવાના મુદ્દે દીવ્યરાજસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા સહિતના લોકો સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીને ખાર રાખી આરોપીઓએ ફરીયાદી તથા તેના સાથીઓ પર લોખંડના પાઈપ અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો. સાથે જ ફરીયાદીના સાથી ધવલ ચંદુભાઈની ગળામાં પહેરેલી સોનાની ચેઈન લૂંટવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
પોલીસે પ્રાથમિક રીતે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 504, 506(2) તથા જી.પી.એક્ટની કલમ 37(1), 135 હેઠળ ગુનો નોંધ્યો હતો. બાદમાં તપાસ દરમિયાન કલમ 120(બી) તથા 395નો ઉમેરો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીઓને અટક કરીને જેલ હવાલે કર્યા હતા તથા જરૂરી પંચનામા, સાક્ષીઓના નિવેદનો લઈને અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
- Advertisement -
કેસની સુનાવણી દરમિયાન ફરીયાદપક્ષ તરફથી લગભગ 15 જેટલા સાક્ષીઓની તપાસ કરાઈ હતી, જેમાં અટક પંચનામાના પંચો, ડોક્ટર, પોલીસ અધિકારીઓ તેમજ સ્થળના સાક્ષીઓનો સમાવેશ થાય છે. જો કે મોટાભાગના સાક્ષીઓ હોસ્ટાઈલ થઈ ગયા હતા. બનાવ સ્થળેથી કોઈ મુદામાલ કે પુરાવા મળી આવ્યા નહોતા. ડોક્ટરે રૂબરૂ આરોપીઓના નામ જાહેર કર્યા ન હતા. તેમજ, ચેઈનની લૂંટના આક્ષેપને આધાર આપતા પુરાવા પણ અદાલતમાં રજૂ થયા ન હતા.
આરોપી પક્ષે પોતાના વકીલ મારફતે દલીલ કરી હતી કે ફરીયાદ ખોટી રીતે દાખલ કરવામાં આવી છે, સાક્ષીઓ હોસ્ટાઈલ થઈ ચૂક્યા છે અને બનાવ સ્થળેથી કોઈ ભૌતિક પુરાવા મળી આવ્યા નથી. આરોપીઓ બનાવ સમયે હાજર હતા તે સાબિત કરવા માટે કોઈ ઈઈઝટ ફૂટેજ કે કોલ ડીટેઈલ્સ પણ રજૂ કરવામાં આવ્યા નથી. ઈજાઓ અન્ય કારણસર પણ થઈ શકે તેમ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અદાલતે જણાવ્યું હતું કે ફરીયાદ પક્ષ આરોપીઓને દોષિત સાબિત કરવામાં નિષ્ફળ ગયું છે. તેથી આરોપી (1) દીવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, (2) યશપાલસિંહ અકરૂભા જાડેજા, (3) રાજભા ચંદુભા જાડેજા, (4) જીતુભા ઉર્ફે જીતેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા, (5) દીપુભા ઉર્ફે દીપેન્દ્રસિંહ અકરૂભા જાડેજા તથા (6) કુલદીપસિંહ જીતુભા જાડેજાને ઈંઙઈ કલમ 323, 324, 395, 504, 506(2), 120(બી) તથા જી.પી.એક્ટની કલમ 135 હેઠળ નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરાયો હતો. ઈંઙઈ કલમ 325 હેઠળ પ્રોબેશનનો લાભ આપીને પણ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
આ કેસમાં આરોપીઓની તરફેણમાં રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવિર બારૈયા, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, જય અકબરી, યશેશ ખેર તથા ગોંડલના વિજયરાજસિંહ જાડેજા વકીલ તરીકે હાજર રહ્યા હતા.