નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વેને ICC પુરૂષ ટી20 વર્લ્ડ કપ ક્વોલીફાયર Bના પોતાના સેમીફાઇનલમાં ક્રમશઃ અમેરિકા અને પપુઆ ન્યૂ ગિનીને હરાવીને વર્લ્ડકપમાં સ્થાન મેળવ્યું.
T20 વર્લ્ડ કપ 2022માં ભાગ લેનારી તમામ ટીમોનો નિર્ણય થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયન ધરતી પર થનારી આ ટૂર્નામેન્ટ માટે 14 ટીમોએ પહેલા જ પોતાનું સ્થાન બનાવી લીધું હતું. હવે નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વેએ પણ ક્વાલિફાયર ટૂર્નામેન્ટ્સની ફાઇનલમાં પહોંચીને ટી20 વર્લ્ડ કપ 2022માં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.
- Advertisement -
અમેરિકા-પાપુઆ ન્યૂ ગિનીનું સપનું તૂટ્યું
ઝિમ્બાબ્વેમાં રમાઇ રહેલી આ ક્વોલિફાયર ટૂર્નામેન્ટ પહેલા સેમીફાઇનલમાં મહેમાન બનેલી ટીમે પાપુઆ ન્યૂ ગિનીને 27 રનોથી માત આપી. પહેલા બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં પાંચ વિકેટે 199 રમ બનાવ્યા હતા. જેના જવાબમાં પાપુઆ ન્યૂ ગિનીની ટીમ 8 વિકેટ પર 172 રન જ બનાવી શકી.
બીજી સેમીફાઇનલમાં નેધરલેન્ડએ સંયુક્ત રાજ્ય અમેરિકા(USA)ને 7 વિકેટથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા અમેરિકન ટીમ 138 રનો પર જ ફિંડળું વળી ગઈ. જેના જવાબમાં નેધરલેન્ડે એક ઓવર બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધો.
ટી20 વર્લ્ડ કપની તમામ 16 ટીમો
- Advertisement -
સુપર – 12 : ઓસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ.
રાઉન્ડ -1 : વેસ્ટઇન્ડીઝ, શ્રીલંકા, સ્કૉટલેન્ડ, નામીબિયા, આયર્લેન્ડ, સંયુક્ત અરબ અમીરાત, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ.
ઝિમ્બાબ્વે-નેધરલેન્ડે લીગ સ્ટેજમાં કર્યું ટૉપ
લીગ સ્ટેજમાં ઝિમ્બાબ્વેની ટીમે પોતાના ત્રણેય મુકાબલા જીતતા ગ્રુપ-એમાં પહેલું સ્થાન મેળવ્યું હતું. ઝિમ્બાબ્વેએ અમેરિકાને 46 રન, સિંગાપુરે 111 અને જર્સીને 23 રને હરવ્યું. ત્યારે અમેરિકાની ટીમ 2 જીતની સાથે બીજા નંબર-2 પર રહીને સેમીફાઇનલમાં પહોંચ્યું હતું.
ત્યારે, ગ્રુપ-બીમાં નેધરલેન્ડ ત્રણેય મુકાબલો જીતીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી હતી. નેધરલેન્ડએ પાપુઆ ન્યૂ ગિનીને 52 રન, હૉન્ગ કૉન્ગને 7 વિકેટ અને યુગાંડાને 97 રનથી માત આપી. આ સિવાય સારી રનરેટના કારણે પાપુઆ ન્યૂઝ ગિનીએ પણ આ ગ્રુપથી સેમીફાઇનલ માટે ક્વોલિફાઈ કર્યું.
16 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યું ટૂર્નામેન્ટ
ટી20 વર્લ્ડકપ 2022માં સુપર-12 સ્ટેજથી પહેલા રાઉન્ડ-1નો મુકાબલો હશે. રાઉન્ડ-1માં કુલ આઠ ભાગ લઇ રહ્યા છે. આ આઠ ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે. બન્ને ગ્રુપથી ટોપ-2 ટીમો સુપર-12 સ્ટેજ માટે ક્વોલિફાઈ કરશે. ટી20 વર્લ્ડકપ 2022નું આયોજન 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી કરવામાં આવશે. ભારત પોતાનો પહેલો મુકાબલો 23 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ રમાશે.