આલિયાના બેબી શાવરની ઈનસાઈડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે તાજેતરમાં જ અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આપણે બધા જાણીએ છીએ કે આલિયા ભટ્ટ ટૂંક સમયમાં માતા બનવાની છે. આલિયા અને રણબીર આ વર્ષે તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. ગુરુવારે આલિયાની બેબી શાવર સેરેમની કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના નજીકના સંબંધીઓ અને મિત્રો પણ હાજર હતા. હવે આલિયાના બેબી શાવરની ઈનસાઈડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે તાજેતરમાં જ અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
- Advertisement -
આલિયાએ ઈન્સ્ટા પર શેર કર્યા ફોટો
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે તાજેતરમાં તેના બેબી શાવરની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ફેન્સ આલિયા અને રણબીર કપૂરના ફોટો પર કમેન્ટ્સ દ્વારા સતત પ્રેમ વરસાવી રહ્યા છે.
View this post on Instagram- Advertisement -
આલિયાએ સોશિયલ મીડિયા પર એક પછી એક તેના બેબી શાવરની ઘણી તસવીરો શેર કરી અને કેપ્શન લખ્યું- ‘બસ પ્રેમ’. ફેન્સ તેમની સુંદર તસવીરો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
બેબી શાવરમાં આવો હતો આલિયાનો લૂક
આલિયાએ તેના બેબી શાવર દરમિયાન પીળો ડ્રેસ પહેર્યો હતો. અભિનેત્રીએ ચોકર સેટ, ટિક્કો અને કાનમાં મેચિંગ ઇયરિંગ્સ સાથે પોતાનો લુકને કમ્પલેટ કર્યો હતો. તેનું સુંદર સ્માઈલ આલિયાના લુકમાં વધારો કરી રહી હતી.
ત્યાં જ રણબીર કપૂર પણ આ પ્રસંગે ખૂબ જ ટ્રેડિશનલ અવતારમાં જોવા મળ્યો હતો. બંને પોતાના બાળક માટે હાથ જોડીને પ્રાર્થના કરતા પણ જોવા મળ્યા હતા.
View this post on Instagram
એક સાથે જોવા મળ્યો ભટ્ટ પરિવાર અને કપૂર પરિવાર
આલિયા ભટ્ટના બેબી શાવરમાં કપૂર અને ભટ્ટ પરિવાર સાથે જોવા મળ્યો હતો. તસવીરોમાં તમે પૂજા ભટ્ટ, સોની રાઝદાન અને મહેશ ભટ્ટને પણ જોઈ શકો છો.
આ સિવાય કપૂર પરિવારમાંથી રણબીરની બહેન રિદ્ધિમા કપૂર, કરિશ્મા કપૂર નીતુ કપૂરે પુત્રવધૂ આલિયાની ખુશી બમણી કરી હતી. આ સિવાય આ ખાસ અવસર પર શ્વેતા નંદા બચ્ચન પણ હાજર હતી.