આલિયા ભટ્ટ અને રણબીર કપુર હાલ દિકરી રાહાના પિતા બન્યાની ખુશી માણી રહ્યા છે. દિકરી રાહા સાથેની તસ્વીર આલિયા સોશ્યલ મીડિયા પર અપડેટ કરતી રહે છે. હવે આલિયાએ દિકરીની એક પર્સનલ અને ખુબ સુરત ચીજની તસ્વીર શેર કરી છે અને આ વસ્તુ છે રાહાની રજાઇ.
આ રજાઇ પર રાહાનું નામ ગુંથાયેલું છે. રજાઇમાં એક વાઘ, જિરાફ અને એક પક્ષીનું ચિત્ર પણ નજરે પડે છે. જોકે ખાસ વાત એ છે કે રાહાની રજાઇ પર આલિયા અને રણબીરના હસ્તાંક્ષર પણ જોવા મળે છે. રીપોર્ટસ અનુસાર આલિયા અને રણબીર કપુર કરીના કપુરની રાહ પર ચાલવા માગે છે અને પોતાના બાળકની તસ્વીરો દુનિયા સમક્ષ શેર કરવા માંગે છે.
- Advertisement -
હાલ તો આલિયા તેનો પૂરો સમય નાનકડી પરી રાહા સાથે વીતાવી રહી છે. જયારે રણબીર કપુર ‘એનિમલ’ ફિલ્મના શૂટીંગમાં વ્યસ્ત છે. ટુંક સમયમાં આલિયા પણ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલીવુડમાં ડેબ્યુ કરશે અને કરણ જોહરની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં કામ શરૂ કરશે.