આલિયા ભટ્ટે મહેનત કરીને આ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. ટોપ એક્ટ્રેસમાંથી એક આલિયા ભટ્ટે તેની બહેન શાહીન ભટ્ટને એક ફ્લેટ ગિફ્ટમાં આપ્યો છે.
બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ જ્યારથી ઈન્ડસ્ટ્રીમાં આવી છે, ત્યારથી તેને નેપોટિઝ્મ માટે ટ્રોલ કરવામાં આવી રહી છે. આલિયા ભટ્ટે મહેનત કરીને આ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. આલિયા ભટ્ટે શાનદાર પર્ફોર્મન્સ કરીને દર્શકોની સાથે સાથે ડાયરેક્ટર્સનો ભરોસો પણ જીતી લીધો છે. આલિયા ભટ્ટ બોલીવુડની ટોપ એક્ટ્રેસમાંથી એક છે અને ખૂબ જ કમાણી કરી રહી છે. આલિયા ભટ્ટે તેની બહેન શાહીન ભટ્ટને એક ફ્લેટ ગિફ્ટમાં આપ્યો છે.
- Advertisement -
પ્રાપ્ત થયેલ રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટે મુંબઈના બાંદ્રામાં આવેલ પોશ વિસ્તારમાં રોકાણ કર્યું છે. તેમણે પહેલા જે ફ્લેટ લીધો તે ફ્લેટ 2,497 સ્ક્વેર ફીટમાં ફેલાયેલ છે. આલિયા ભટ્ટે આ ફ્લેટ 37 કરોડ 80 લાખમાં ખરીદ્યો છે. જે પોલી હાઉસના એરિયલ વ્યૂ કોપરેટીંગ સોસાયટીમાં આવેલ છે. રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટે આ ફ્લેટની સ્ટેમ્પ ડ્યૂટી 2.26 કરોડ ચૂકવી છે.
View this post on Instagram- Advertisement -
ઉપરાંત આલિયા ભટ્ટે તેની બહેન શાહીન ભટ્ટને બે ફ્લેટ ગિફ્ટ આપ્યા છે. આ ફ્લેટ જૂહુના ગિગી એપાર્ટમેન્ટ છે, જેની કિંમત 7.68 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ વચ્ચે સારું બોન્ડિંગ છે અને તેઓ એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું પસંદ કરે છે. શાહીન ભટ્ટ અને આલિયા ભટ્ટ એકબીજા સાથેના ફોટોઝ પણ શેર કરતી રહે છે.
કઈ ફિલ્મોમાં કરશે કામ?
આલિયા ભટ્ટના વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટ અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમણે રણબીર કપૂર સાથે કામ કર્યું હતું. હાલમાં તેની પાસે મોટા પ્રોજેક્ટ્સ છે. આલિયા ભટ્ટ રણવીર સિંહ સાથે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ ‘જી લે જરા’માં પણ જોવા મળશે. વર્ષ 2023માં ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન સાથે હોલીવુડ ડેબ્યૂ કરશે.