આલિયા ભટ્ટને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રણબીર કપૂર અને આલિયા તેમની નાની પ્રિન્સેસ સાથે તેમના ઘર માટે રવાના થયા.
નવી મમ્મી બનેલ આલિયા ભટ્ટને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રણબીર કપૂર અને આલિયા તેમની નાની પ્રિન્સેસ સાથે તેમના ઘર માટે રવાના થઈ ગયા છે. જણાવી દઈએ કે નાની ઢીંગલીના સ્વાગત માટે કપૂર પરિવારમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે અને આ ક્ષણ દરેક માટે ખૂબ જ ખાસ રહેવાનો છે.
- Advertisement -
#aliabhatt #ranbirkapoor with little baby girl living from hospital 💃📷🧑🍼🕺 @viralbhayani77 pic.twitter.com/tpRTEFvzFT
— Viral Bhayani (@viralbhayani77) November 10, 2022
- Advertisement -
આલિયા ભટ્ટ તેની નવજન્મેલ ઢીંગલી સાથે હોસ્પિટલથી નીકળી
હાલ જ રણબીર અને આલિયાની હૉસ્પિટલથી બહાર નીકળતી વખતે તસવીરો સામે આવી છે અને એ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે કાળા રંગની રેન્જ રોવર કારમાં, રણબીર અને આલિયા તેમની નાની ઢીંગલી સાથે હોસ્પિટલથી નીકળી ગયા છે અને આલિયા અને તેની નાની ઢીંગલીની પહેલી ઝલક જોવા માટે ચાહકો હોસ્પિટલની બહાર એકઠા થયા હતા. દરેક લોકો જાણવા માંગે છે કે કપૂર પરિવારની નાની પ્રિન્સેસ કેવી દેખાય છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે 6 નવેમ્બર 2022ના રોજ દીકરીનો જન્મ થયો હતો. નાની ઢીંગલીના જન્મ બાદથી જ ભટ્ટ અને કપૂર બંને પરિવારમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમે બૉલીવુડથી કરીને સામાન્ય લોકો દરેક આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને હાલ સુધી શુભેચ્છાઓ મોકલી રહ્યા છે.
Here’s the first glimpse of the newest mom and dad of Bollywood as they get discharged from the hospital. #Alia and #RK head home with their baby girl today ♥️♥️#AliaBhatt #RanbirKapoor #RanbirAlia #Babygirl #TrendingNow pic.twitter.com/z0plw4aTmr
— Pinkvilla (@pinkvilla) November 10, 2022
પાંચ વર્ષનો સંબંધ અને પછી લગ્ન…
જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્ર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા બંને વચ્ચેના સંબંધો ક્યારેય કોઈનાથી છુપાયેલા નથી. રણબીર અને આલિયાના લગ્ન 14 એપ્રિલ, 2022ના રોજ થયા હતા. અલીયા ભટ્ટે તેની પ્રેગનેન્સીની ખબર લગ્નના અઢી મહિના પછી તેના ફેન્સ સાથે શેર કરી છે. એમના લગ્નમાં નજીકના સબંધીઓ અને મિત્રો શામેલ થયા હતા. આલિયા અને રણબીરના લગ્નની તસ્વીર એ સમયે સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ હતી.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન પછીનું આ વર્ષ ખૂબ જ ખાસ રહ્યું છે. આ વર્ષમાં તેમની એક સાથે કામ કરેલ પહેલ ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે દુનિયાભરમાં સારી કમાણી કરી હતી અને સુપરહિટ સાબિત થઇ હતી.