હૈદરાબાદમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન સમયે આલિયા સ્પેશિયલ આઉટફિટમાં એ ઇવેંટમાં પહોંચી હતી. જો કે આઉટફિટ જોઈને કેટલાક ચાહકો ખૂબ ખુશ થયા હતા તો ઘણા લોકો આલિયાને ટ્રોલ કરી રહ્યા છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું જોરશોરથી પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રમોશનના માટે ‘બ્રહ્માસ્ત્ર’ની ટીમ હૈદરાબાદ પહોંચી હતી.
- Advertisement -
Jr NTR to Ranbir, Alia: Stars gathered in Hyderabad to promote 'Brahmastra'
Read @ANI Story | https://t.co/jXlLsIM4xr#NTRForBramhastra #Brahamastra #RanbirAlia pic.twitter.com/STfQiH1kyQ
— ANI Digital (@ani_digital) September 3, 2022
- Advertisement -
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આલિયા ભટ્ટ પોતાની ઘણી ફિલ્મોનું પ્રમોશન કરી ચૂકી છે પરંતુ રણબીર સાથેની તેની આ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું પ્રમોશન તેના ચાહકો માટે ખૂબ જ ખાસ છે. જો કે આ પ્રમોશન આલિયા માટે પણ આટલું ખાસ છે. હૈદરાબાદમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન સમયે આલિયા સ્પેશિયલ આઉટફિટમાં એ ઇવેંટમાં પહોંચી હતી. જો કે આઉટફિટ જોઈને કેટલાક ચાહકો ખૂબ ખુશ થયા હતા તો ઘણા લોકો આલિયાને ટ્રોલ કરી રહ્યા છે.
Baby on board ❤️ written on back of her suit. #aliabhatt #RanbirKapoor arrive in Hyderabad for Brahmastra promotions. Full media from Mumbai has been flown down to cover this event. #ralia pic.twitter.com/svkFKoibWI
— Viral Bhayani (@viralbhayani77) September 2, 2022
ગુલાબી રંગના આઉટફિટમાં પંહોચી
આલિયા ભટ્ટ પ્રેગ્નન્સી દરમિયાન ફિલ્મના પ્રમોશનમાં આટલી એક્ટિવ દેખાઈ રહી છે એ વાત ખૂબ જ પ્રશંસનીય છે. આલિયાએ હૈદરાબાદમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન માટે ગુલાબી રંગનો શરારા પહેર્યો હતો. જો કે ગુલાબી રંગના દેશી આઉટફિટમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. એ જ સમયે રણબીર કપૂર અને કારણ જોહરે એ વાતનું ધ્યાન રાખ્યું હતું કે આલિયાને કોઈ પણ પ્રકારણી મુશ્કેલી ન પડે. આ બધા વચ્ચે એક વાત અલગ હતી અને એ હતું કે ઇવેંટ માટે આલિયાએ જે સૂટ પહેર્યું હતું તેના પર ‘બેબી ઓન બોર્ડ’ લખેલું હતું. ઘણા લોકોને આ વાત
View this post on Instagram
ગુસ્સે થયા ફેન્સ
આલિયાનીઆ સ્ટાઈલ ઘણા લોકોને પસંદ આવી રહી છે સાથે જ ઘણા લોકો આલિયા ભટ્ટ પર ગુસ્સે પણ થયા છે. હાલ આલિયાની એ તસવીરો અને વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઘણા લોકો આલિયાને ટ્રોલ કરતાં કહી રહ્યા છે કે પ્રમોશન માટે પ્રેગ્નેન્સીનો સારો ઉપયોગ કરી રહ્યા છે. પણ સામે ઘણા લોકોને આલિયાની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી છે.
જણાવી દઈએ કે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઉપરાંત નાગાર્જુન પણ મહત્વની ભૂમિકામાં છે. આ સિવાય અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ ‘બ્રહ્માસ્ત્ર’નો એક ભાગ છે.