કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસથી બે મોત બાદ હોસ્પિટલમાં માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. આઈસોલેશન વોર્ડની બહારનો એન્ટ્રી સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.
કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસથી બે લોકોના મોત બાદ અન્ય ત્રણ જિલ્લા કન્નૂર, વાયનાડ અને મલપ્પુરમમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અહીંના 7 ગ્રામ પંચાયતોને કંટેન્ટમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે. કંન્ટેનમેન્ટ ઝોન વાળા વિસ્તાર અને હોસ્પિટલમાં માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.
- Advertisement -
રિપોર્ટ અનુસાર કોઝિકોડના જિલ્લા અધિકારીએ 7 પંચાયતોમાં બધા એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂટ, આંગનવાડી કેન્દ્ર, બેંક અને સરકારી સંસ્થાનોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી ફક્ત દવાઓ અને જરૂરી વસ્તુઓની દુકાનો જ ખુલવાની પરવાનગી છે.
અત્યાર સુધી સામે આવ્યા 4 કેસ
કેરળમાં નિપાહ વાયરસના અત્યાર સુધી 4 કેસ સામે આવી ચુક્યા છે. જેમાં બે લોકોના મોત થયા છે. બુધવારે રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું કે પુણેથી નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીની ટીમ નિપાહ વાયરસની તપાસને લઈને આજે કેરળ આવશે. કોઝિકોડ મેડિકલ કોલેજમાં NIVની ટીમ ચામાચીડીયાનો સર્વે કરશે.
- Advertisement -
સ્વાસ્થ્ય મંત્રીએ બોલાવી ઈમરજન્સી મીટિંગ
આ પહેલા કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે મંગળવારે રાત્રે ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. તેમાં બધા ધારાસભ્યો, જન પ્રતિનિધિઓ, જિલ્લા કલેક્ટર અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની સાથે નિપાહ વાયરસને લઈને જરૂરી પ્રયત્નોને લઈને ચર્ચા થઈ.
બે બીમાર દર્દીઓમાં 9 વર્ષનું બાળક અને એક યુવક શામેલ
કેરળમાં નિપાહ વાયરસથી પહેલી મોત 30 ઓગસ્ટ અને બીજી મોત 11 સપ્ટેમ્બરે થઈ હતી. સ્વાસ્થ્ય મંત્રીએ મંગળવારે જણાવ્યું હતું કે બન્ને મૃતકોને સેમ્પલ તપાસ માટે પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી મોકલવામાં આવ્યા છે.
તેમણે બે બીજા દર્દીઓની પુષ્ટિ કરી હતી. તેમાં એક 9 વર્ષનું બાળક અને 24 વર્ષનો યુવક શામેલ છે. બન્નેની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્યમંત્રીએ સ્થાનીક સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને પોતાના ક્ષેત્રોમાં કડક નજર રાખવાના આદેશ આપ્યા છે.