22 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર વચ્ચે ભયંકર હુમલાના ઈનપુટ મળ્યા
તમામ એરલાઈન્સને પણ સાવધ કરી દેવાઈ: ત્રાસવાદી અથવા સમાજવિરોધી જૂથ – ગ્રુપ ભીડભાડવાળા વિમાની મથકને નિશાન બનાવે તેવી શકયતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશમાં પહેલગામ હુમલા બાદ ફરી એક વખત જમ્મુ-કાશ્ર્મીરમાં ત્રાસવાદ સામેની કાર્યવાહી વધુ આક્રમક બનાવ્યા વચ્ચે હવે આતંકી સંગઠન કે કોઈ સમાજ-વિરોધી જૂથ દેશના સતત વ્યસ્ત રહેતા વિમાનો મથકો પર હુમલો કરે તેવી ગુપ્તચર માહિતીએ પાટનગર સહિતના વિમાની મથકોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ખાસ કરીને સપ્ટેમ્બર-22થી 2 ઓકટોબર વચ્ચે આ પ્રકારના હુમલાની શકયતાનું ‘ઈનપુટ’ મળતા જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયા તમામ એરલાઈન્સ તથા વિમાની પ્રવાસી સુરક્ષા સાથે જોડાયેલા દળોને ખાસ સાવધ રહેવા જણાવાયુ છે તથા તમામ એરપોર્ટ ઉપરાંત અગત્યના હેલીપેડ અને ફલાઈંગ સ્કુલ તથા હવાઈ ઉડ્ડયનની ટ્રેનીંગ આપતી સંસ્થાઓને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.
ધ બ્યુરો ઓફ સિવિલ એવીએશન સિકયોરિટી તરફથી મળેલા ઈનપુટમાં ત્રાસવાદી જળ અથવા સમાજ વિરોધી સંગઠન કે તેની સામે જોડાયેલા તત્વો આ પ્રકારની હરકત કરી શકે છે તેવી શકયતા દર્શાવાઈ છે તથા એરપોર્ટ અને તેની સાથે સંકળાયેલા સલામતી દળોને પણ મહતમ એલર્ટ પર રહેવા જણાવાયુ છે.
- Advertisement -
ટર્મીનલ પર પેટ્રોલિંગ વધારવા મુસાફરોના ચેકીંગ અને તેમના લગેજનું સ્કેનીંગ પણ પુરી રીતે થાય તે જોવા જણાવાયું છે. પાર્કીંગ સહિતના એરીયામાં પણ શંકાસ્પદ પ્રવૃતિ ન થાય તે જોવા જણાવાયું છે.
આ ઉપરાંત ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાન પરની તમામ એરલાઈન્સને આ સલામતી અંગેના નિયમોનું ચોકકસાઈ તથા આકરી રીતે કરવા જણાવાયુ છે. કાર્ગો હેન્ડલીંગ યુનિટને પણ એલર્ટ રહેવા આદેશ અપાયા છે.
ખાસ કરીને એરપોર્ટે તથા તેની સેવાઓ સામે જોડાયેલા સ્ટાફની ઓળખપ્રક્રિયા પણ ખાસ ચકાસવા તેમની ડયુટીમાં રોટેશન લાવવા તથા એરપોર્ટે લોન્જના રેસ્ટોરા-શોપ વિ.માં પણ સ્ટાફ વિ. તથા ત્યાં આવતા પાર્સલની ચકાસણી કરવા આદેશ અપાયા છે.