ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં અત્યાર સુધીમાં 45 મેડલ જીત્યા છે, જેમાં 16 ગોલ્ડ, 12 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ સામેલ
કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની ટ્રિપલ જમ્પ ફાઇનલમાં ઈન્ડિયાના એલ્ડહોસ પોલે ગોલ્ડ અને અબ્દુલ્લા અબુબેકરે સિલ્વર મેડલ જીત્યો છે. ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં અત્યાર સુધીમાં 45 મેડલ જીત્યા છે. જેમાં 16 ગોલ્ડ, 12 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આજે બોક્સિંગમાં બે ગોલ્ડ મેડલ અને હોકીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.
- Advertisement -
આ સાથે આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના સ્ટાર બોક્સર અમિત પંઘાલે વધુ એક ગોલ્ડ મેડલ ભારતની ઝોળીમાં નાખ્યો છે. પંખાલે 51 કિગ્રા વજન વર્ગનું ટાઇટલ જીત્યું હતું. આ સાથે તે પોતાના મેડલનો રંગ બદલવામાં પણ સફળ રહ્યો હતો. ગત વખતે તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતના મેડલ વિજેતાઓ
16 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, મહિલા લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર (પાવર લિફ્ટિંગ), બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, રવિ દહિયા, વિનેશ ફોગાટ, નવીન, ભાવિના (પીપી) ) , નીતુ ઘંઘાસ , અમિત પંખાલ , અલ્ધૌસ પોલ
- Advertisement -
12 સિલ્વર: સંકેત સરગર, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક, પ્રિયંકા, અવિનાશ સાબલે, પુરૂષોની લૉન બોલ ટીમ, અબ્દુલ્લા એબોબેકર
17 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિન્દર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કાકરાન, મોહિત ગ્રેવાલ, જાસ્મીન, પૂજા ગેહલોત, પૂજા સિહાગ, મોહમ્મદ હુસામુદ્દીન, દીપક નેહરા, રોહિત ટોક, મહિલા ટોક્સ ટીમ