ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ક્લબ વર્લ્ડ કપ કરતાં રેકોર્ડ છઠ્ઠો વર્લ્ડ કપ ઇચ્છતો હતો
40 વર્ષની ઉંમરે પણ લેજન્ડરી ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો મેદાન પર જ નહિ પણ બહાર પણ નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, અલ નાસિરે રોનાલ્ડો સાથે બે વર્ષ માટે સ્પોર્ટ્સ ઇતિહાસનો સૌથી મોટો કરાર કર્યો છે.
- Advertisement -
આ અંતર્ગત રોનાલ્ડોને બે વર્ષમાં કુલ 5780 કરોડ રૂપિયા (49.2 કરોડ પાઉન્ડ)ની સેલરી મળશે. તેમાં બોનસ અને પ્રોત્સાહનોનો પણ સમાવેશ થાય છે. જો માત્ર પગારની જ વાત કરીએ તો પોર્ટુગલના ખેલાડી રોનાલ્ડોને 2090 કરોડ રૂપિયા (178 મિલિયન પાઉન્ડ) મળશે, જે રમત-જગતમાં સૌથી વધુ પગાર છે. રોનાલ્ડોએ 2023માં સાઉદી પ્રો લીગ ક્લબ અલ નાસિર સાથે કરાર કર્યો હતો. તે સમયે તેમને વાર્ષિક 1700 કરોડ રૂપિયા મળતાં હતાં. તેનો કોન્ટ્રાક્ટ જૂનમાં પૂરો થવાનો હતો. બે વર્ષમાં 5780 કરોડ રૂપિયા મળશે.
આ સુવિધાઓ પણ છે
રોનાલ્ડોના પરિવાર માટે કુલ 16 લોકોને હાયર કરવામાં આવ્યા છે. તેમાં ત્રણ ડ્રાઇવર, બે શેફ, ચાર હાઉસકીપર, ત્રણ માળી અને ચાર સિક્યુરિટી ગાર્ડનો સમાવેશ થાય છે. આ તમામનો ખર્ચ ક્લબ ઉઠાવે છે. રોનાલ્ડોને 46.95 કરોડનું પ્રાઇવેટ જેટ પણ આપવામાં આવ્યું છે. ક્લબ તમામ ખર્ચ પણ ઉઠાવે છે. રોનાલ્ડો અહીં વૈભવી વિલામાં રહે છે.
જો રોનાલ્ડોને સોનાથી ઢાંકી દેવો પડે, તો ઢાંકી દો
પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાઉદી અરેબિયાનું સોવરેન વેલ્થ ફંડ છે, જેની અંદાજિત સંપત્તિ 925 અબજ ડોલર છે. તેની આવકનો સૌથી મોટો સ્ત્રોત તેલ છે. કંપનીએ સાઉદી પ્રો લીગની કેટલીક ક્લબો – અલ નાસિર, અલ હિલાલ અને અલ આહલીમાં રોકાણ કર્યું છે અને તેઓ આ ક્લબો પર નિયંત્રણ ધરાવે છે.
- Advertisement -
કંપનીનું માનવું હતું કે, રોનાલ્ડો આ લીગનો અત્યાર સુધીનો સૌથી મોટો ખેલાડી છે. તેમનાં રોકાણથી પ્રાયોજકો અને વિશ્વનાં અન્ય સ્ટાર ખેલાડીઓને પણ અહીં લાવવામાં આવશે. આવી સ્થિતિમાં રોનાલ્ડોને રોકવા માટે જો તેને સોનાથી ઢાંકવો પડે તો તેને ઢાંકી દો. અત્યારે રોનાલ્ડો પાસે કુલ રૂા. 9 હજાર કરોડની કુલ સંપત્તિ છે.
નવા કરારમાં સામેલ છે
287 કરોડ રૂપિયાની સાઇનિંગ અમાઉન્ટ
બીજા વર્ષે તે વધીને 446 કરોડ રૂપિયા થઈ જશે
અલ નાસર ક્લબમાં 15 ટકા હિસ્સો, જેની કિંમત લગભગ 387 કરોડ રૂપિયા છે
તેને ગોલ દીઠ 93 લાખ રૂપિયા અને ગોલમાં મદદ કરવા માટે 46 લાખ રૂપિયા મળશે
અલ નાસર જો સાઉદી પ્રો લીગનું ટાઇટલ જીતશે તો તેને 93 કરોડ રૂપિયાનું બોનસ મળશે, 704 કરોડ રૂપિયાની સ્પોન્સરશિપ ડીલ અલ નાસિરને નવી કંપનીઓ પાસેથી રોનાલ્ડો અપાવશે.