અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પહેલી વખત એક સાથે નજર આવશે. ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વનો રોલ પ્લે કરી રહ્યા છે.
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પહેલી વખત એક સાથે કામ કરી રહ્યા છે. અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં બંને એક સાથે નજર આવશે. સાથે જ આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વનો રોલ પ્લે કરી રહ્યા છે. હાલ એવા સમાચાર સામે આવ્યા છે કે આ સ્ટાર્સ ફિલ્મના ફાઇનલ શિડ્યુલ અને ત્રણ મોટા બજેટના ગીતોનું શૂટિંગ કરવાના છે.’
- Advertisement -
#AkshayKumar, #TigerShroff and #PrithvirajSukumaran to collaborate on Jan 15 to shoot for 3 songs of #BadeMiyanChoteMiyan on international locations!
The Ali Abbas Zafar directorial is gradually building hype much before its Eid 2024 release. The teaser of the film is all set to… pic.twitter.com/i5xsMh45Zv
— Siddharth Kannan (@sidkannan) December 28, 2023
- Advertisement -
રિપોર્ટ અનુસાર, આ ફિલ્મના અંતિમ શેડ્યૂલનું શૂટિંગ 15 જાન્યુઆરીથી શરૂ થશે. ત્રણેય સ્ટાર્સ તેને એકસાથે શૂટ કરશે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ‘બડે મિયાં છોટે મિયાં’નું શૂટિંગ શિડ્યુલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે ડિરેક્ટરને પોસ્ટ પ્રોડક્શન માટે પણ વચ્ચે સમય મળી શકે.
ફિલ્મના મોટાભાગનું શૂટિંગ ગયા વર્ષે જ થઈ ગયું હતું પરંતુ છેલ્લું શિડ્યુલ અને ત્રણ ગીતોનું શૂટિંગ બાકી હતું. જેણે ઇન્ટરનેશનલ લોકેશન પર શુટ કરવામાં આવશે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ‘આ સંપૂર્ણપણે કોમર્શિયલ ફિલ્મ હશે. જેમાં એક્શન, ડ્રામા, થ્રિલ, ઈમોશન અને શાનદાર સાઉન્ડ ટ્રેક હશે. લગભગ બધું જ શૂટ થઈ ચૂક્યું છે, હવે માત્ર આ ત્રણ ગીતો જ શૂટ થશે. જેના માટે આખી ટીમ ખૂબ જ ઉત્સાહિત છે.’
Only these 3 songs are left, after that it will be a film wrap 🎬 Theatrical release in April – Eid 2024
.#OCDTimes #PrithvirajSukumaran #AliAbbasZafar #PoojaEntertainment #AkshayKumar #TigerShroff #BadeMiyanChoteMiyan #BMCM #BMCMTeaser #BadeMiyanChoteMiyanEid2024 pic.twitter.com/yPvu1okCnu
— OCD Times (@ocdtimes) December 29, 2023
થોડા દિવસો પહેલા આ તસવીરમાં પૃથ્વીરાજના રોલને લઈને એક અપડેટ આવી હતી. આ ફિલ્મમાં પૃથ્વીરાજ ખલનાયક હશે તેવું બહાર આવ્યું હતું. પૃથ્વીરાજ સુકુમારન ‘બડે મિયાં છોટે મિયાં’ તે પહેલા પણ ફિલ્મોમાં વિલન બની ચૂક્યો છે. બોક્સ ઓફિસ વર્લ્ડ વાઈડના અહેવાલ મુજબ, ‘બડે મિયાં છોટે મિયાં’ પૃથ્વીરાજના પાત્રનું નામ કબીર હશે. જે એક તેજસ્વી રોબોટીસ્ટ એટલે કે સાયન્ટિસ્ટ છે. કબીર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એક એવો રોબોટ બનાવી રહ્યો છે જેણે મનુષ્યો પર નિયંત્રણ મેળવી લીધું છે.
જો કે જ્યારે આ ફિલ્મની અનાઉસમેન્ટ કરવામાં આવી ત્યારે લોકોને થયું હતું ફિલ્મ 1998માં રિલીઝ થયેલી ગોવિંદા અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મની સિક્વલ હશે. જોકે, બાદમાં મેકર્સે આ અહેવાલોને ખોટા જાહેર કર્યા હતા. અક્ષયની ‘બડે મિયાં છોટે મિયાં’ ઈદ 2024માં રિલીઝ થશે. તેનું ટીઝર જાન્યુઆરી 2024માં આવશે.